Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

હોય નહિ !! પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પથારી ફેરવવા ભાજપ-માર્કસવાદીએ ગૂપચૂપ હાથ મિલાવ્યા

કોલકતા,તા. ૯ઙ્ગઃ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીઓ આવી રહી છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ ૩૦ ટકા આસપાસ બેઠકો બીનહરીફ જીતી ગયેલ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં નદિયા જીલ્લામાં સંપૂર્ણ વિપરીત વિચાર ધારાવાળા ભારતીય જનતા પક્ષ અને માર્કસવાદી સામ્યવાદી મમતાના પક્ષને હરાવવા સંપૂર્ણ ચૂપકિદી સાથે હાથ મિલાવ્યાનું ઝી ન્યૂઝ નોંધે છે. માર્કસવાદી પક્ષના જિલ્લા નેતાએ કહેલ કે ગ્રામજનોનો તૃણમુલ વિરૂદ્ધ આરપારની લડાઇનો મૂડ જોતા સંખ્યાબંધ બેઠકો ઉપર અમારે આ રીત અજમાવી પડી છે. માર્કસવાદીઓ વિચારધારા અનુસાર ભાજપને હંમેશ વિભાજનકારી તાકાત બતાવતી રહી છે. ભાજપની નદિયા જીલ્લા શાખાના અધ્યક્ષે આ ઘટનાને એકલ-દોકલ મામલો બતાવેલ પણ રાજકીય પંડિતો આ પ્રયોગને ર૦૧૯ની ચૂંટણી પૂર્વેની પ્રયોગશાળા તરીકે જોઇ રહ્યા છે.

(11:50 am IST)