Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

યુપીમાં ભાજપ નેતા પવન કેસરી ઉપર ધાણીફૂટ ગોળીબાર ઘાતકી હત્યા : દોસ્તને મૂકવા જતો'તો

નવી દિલ્હી, તા. ૯ : યુપી પોલીસ રાજયમાં કાનૂન વ્યવસ્થા સુચારૂ બનાવવા એન્કાઉન્ટર કરી રહી છે, આમ છતાં ગૂંડાઓ બેફામ છે તેવી ઘટના બની છે.અલ્હાબાદની ફુલપુર નગરપાલિકાના સભ્ય અને ભાજપ નેતા પવન કેસરીની કેટલાક ગૂંડાઓએ ગોળી મારી હત્યા કરી નાંખતા આ વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે.

આ ઘટના પછી સ્થાનિક લોકો ગંભીર રીતે ઘવાયેલ પવનને નજીકની હોસ્પિટલે લઇ ગયા, ત્યાંથી અલ્હાબાદ ટ્રાન્સફર કરાયો, પરંતુ તેને ડોકટરોએ મૃત જાહેર કરી દીધા છે.

પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ત્રણને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરી છે. પવન તેના મિત્રને મૂકવા શેખપુર જતો હતો અને ત્યાં પહોંચ્યો કે તેની ઉપર અંધાધૂંધ ગોળીબાર થયો હતો, જેમાં છાતી-કાન અને શરીરના કેટલાય ભાગમાં ગોળીઓ વાગી હતી. આ ઘટનામાં પવનનો દોસ્ત આરિફ અને એક મહિલા પણ ઘવાઇ છે.

આ ઘટના પહેલા મરનાર પવન કેસરીએ એક પહેલા એસએસપી સાથે ફોન ઉપર વાત કરી હતી અને આજે તે એસએસપીને મળવાનો હતો તે પહેલા તેની હત્યા થઇ ગઇ છે. (૮.૧૦)

(11:48 am IST)