Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ન્યાયતંત્ર સામે પ્રશ્નો ઉઠાવવાનું કોંગ્રેસને કર્ણાટક ચૂંટણીમાં ભારે પડશેઃ અરૂણ જેટલી

નવી દિલ્હી તા. ૯ : નાણાંમંત્રી અરૂણ જેટલીએ ચીફ જસ્ટીશ દીપક મિશ્રા સામે મહાભિયોગ અરજી મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર ભારે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, ન્યાયતંત્ર સામે પ્રશ્નો ઉઠાવવાનું નુકસાન કોંગ્રેસને કર્ણાટક ચૂંટણીમાં વેઠવું પડશે.

જેટલીએ પહેલા પણ સીજેઆઈ સામે મહાભિયોગને લઇને કોંગ્રેસ ઉપર હુમલા કર્યા છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય હથિયાર તરીકે મહાભિયોગ લાવવાની તૈયારી કરી હતી. એક વખત ફરીથઈ પોતાના ફેસબુક પેજ ઉપર મહાભિયોગને લઇને પોતાની મંતવ્ય લખ્યું હતું. જેટલી પ્રમાણે ચીફ જસ્ટીસ સામે કોઇજ આધાર વગર મહાભિયોગ લગાવવું જેમાં કોઇ તથ્ય નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયસભાના સ્પિક વેકૈયા નાયડુએ મહાભિયોગ પ્રસ્તાવ નકારવો એ તર્કસંગત હતો. તેમના આદેશની સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ કરવાની કોઇ જરૂર નથી. જેટલીએ કહ્યું કે આમ છતાં કોંગ્રેસ આ મુદ્દાને લઇને સુપ્રીમ કોર્ટમાં ગઇ છે. જેટલી પ્રમાણે કોંગ્રેસ આ મુદ્દાને લઇને જાણીજોઇને સુપ્રીમ કોર્ટમાં ગઇ છે જેનાથી જે મુદ્દા ઉપર ચર્ચા ન થવાની હોય એના પણ ચર્ચા કરી શકે.

નાણાંમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સંકટનો લાભ ઉઠાવવા ઇચ્છે છે. એટલા માટે જ આ મુદ્દાની સુનાવણીને લઇને બંધારણ પીઠની માંગનો ઉલ્લેખ પોતાના પસંદની બેચમાં કરવાની રણનીતિ અપનાવી, જેથી એક મામલો જે તર્ક વિહિન છે તેને વધારે ઉદાર પીઠથી તર્ક લાયક બની શકે. વાસ્તવમાં દરેક કોંગ્રેસીને આનું નુકસાન વેઠવું પડશે. કારણે તેમના નેતાએ મુખ્યધારામાં રહીને કામ કરવાના બદલે ષડયંત્ર રચી રહ્યા છે.(૨૧.૧૦)

(11:47 am IST)