Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

''એફડીઆઇ કોન્ફીડન્સ ઇન્ડેક્ષ'' માં ભારત ત્રણ સ્થાન નીચે ગગડી ૧૧મા સ્થાને : ર૦૧પ પછી પ્રથમ વખત પ્રથમ ૧૦માંથી ફેંકાયું

વિદેશી રોકાણ અંગેના ઇન્ડેક્ષ- એફડીઆઇ કોન્ફીડન્સ ઇન્ડેક્ષમાં ભારત  ૩ સ્થાન ગગડીને વિશ્વના દેશોની યાદીમાં ૧૧મા નંબરે ફેંકાયુ છે. ગયા વર્ષે ર૦૧૭માં ભારત ૮ માં સ્થાને હતું. ર૦૧૬માં ભારત ૯મા સ્થાને હતું, હવે ર૦૧૮માં ૧૧માં સ્થાને છે. ર૦૧પ પછી પ્રથમ વખત ભારત પ્રથમ ૧૦ રાષ્ટ્રોમાંથી ફેંકાઇ ગયું છે. આ ઇન્ડેક્ષમાં પ્રથમ સ્થાને યુએસએ, બીજા સ્થાને કેનેડા, ૩ જા સ્થાને જર્મની છે. ત્યારબાદ ઇંગ્લેન્ડ, ચીન, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલીયા, સ્વીઝરલેન્ડ અને ઇટલી છે. એ પછીના ૧૧માં ક્રમે ભારત આવે છે છેલ્લા ૬ વર્ષથી અમેરિકા તેના મજબૂત ઇકોનોમી વિકાસ, તાજેતરના કોર્પોરેટ ટેક્ષમાં કટૌતી, વિશાળ માર્કેટના વિશ્વસનીય પરીણામોને લીધે રહેલ છે.

(11:47 am IST)