Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

GST અને બેંકોની બેલેન્સ સીટના કારણે ભારતનો વિકાસદર ધીમોઃ યુનો

નવી દિલ્હી તા. ૯ : જીએસટી વ્યવસ્થા અને બેંકોના દેણાં વસૂલીની સમસ્યા દેશની આર્થિક વૃદ્ઘિમાં ૨૦૧૭માં ઘટાડો આવ્યો છે પરંતુ તેમાં ધીરેધીરે સુધારો આવવાની આશાઓ છે અને ૨૦૧૮માં વૃદ્ઘિ દર વધીને ૭.૨ ટકા રહેવાની શકયતાઓ છે. એશિયા અને પ્રશાંત માટે સંયુકત રાષ્ટ્ર અને આર્થિક તેમ જ સામાજિક આયોગના રીપોર્ટ અનુસાર ભારતનો જીડીપી ઘટીને ૨૦૧૭માં ૬.૬ ટકા આવી ગયો હતો. જે ૨૦૧૬માં ૭.૧ ટકા વધારે નીચે રહ્યો છે. રીપોર્ટમાં ભારતનો જીડીપી ૨૦૧૮માં વધીને ૭.૨ ટકા રહેવા અને આના આગલા વર્ષે વધીને ૭.૪ ટકા રહેવાની શકયતાઓ વ્યકત કરાઈ રહી છે.

આમાં કહેવાયું છે કે ભારતમાં ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ લાગૂ થયેલા જીએસટી અને કંપનીઓ અને બેંકોની નબળી બેલેંસ શીટને લઈને આર્થિક વૃદ્ઘિ કમજોર થઈ પરંતુ ૨૦૧૭ના બીજા છમાસીક ગાળામાં સુધારો જોવા મળશે. રિપોર્ટમાં કહેવાયું છે કે કંપનીઓની જીએસટી વ્યવસ્થા સાથે વધુ સારો તાલમેલ હોવા પર રોકાણમાં વૃદ્ઘિ, મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રકચર પરના ખર્ચમાં તેજી અને સરકારના સહયોગથી કંપનીઓ અને બેંકોની બેલેંસ શીટમાં સુધારથી વૃદ્ઘિ દરમાં ધીરે-ધીરે સુધારો આવવાની આશાઓ છે.

એશિયા અને પ્રશાંત ક્ષેત્રની ઉભરતી અર્થવ્યવસ્થાઓ યોગ્ય દિશામાં છે અને કુલ મળીને તેમનો વૃદ્ઘિ દર ૨૦૧૭માં ૫.૮ ટકા રહ્યો. આના પાછળના વર્ષે તેમની વૃદ્ઘિ ૫.૪ ટકા હતી. તે સમયે ચીનની વૃદ્ઘિ થોડી હલ્કી થઈ છે પરંતુ ભારતના સુધારાએ તેને સંભાળી લીધું છે. આ સાથે જ આ ક્ષેત્રના કેટલાક ભાગોના પ્રદર્શનમાં સ્થિરતા છે. આનાથી ૨૦૧૮ અને ૨૦૧૯ બંન્ને વર્ષોમાં આ ક્ષેત્રનો વૃદ્ઘિ દર કુલ મિલાવીને ૫.૫ ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.(૨૧.૧૦)

(11:46 am IST)