Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કર્ણાટક ચૂંટણી : સટ્ટાબજારમાં ભારે ગરમી

બૂકી બજારમાં ૯૫ બેઠકનો ભાજપ માટે સીટ દીઠ ૧.૬૫ રૂ. અને કોંગ્રેસ માટે ૨ રૂ. ભાવ બોલાય છે : ત્રણેક હજાર કરોડ દાવ પર લાગ્યાઃ ભાજપની જીત ઉપર ખેલાડીઓ સક્રિય

બેંગલુરૂ તા. ૯ : વિધાનસભા ચૂંટણીને લઈને સટ્ટા બજાર બરાબર ગરમાયું છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હી, મુંબઈ અને કર્ણાટકમાં અંદાજિત ૨૮૦૦થી ૩૦૦૦ કરોડનો સટ્ટો રમાય તેવી શકયતાઓ છે. આ સટ્ટા માર્કેટમાં ભાજપ અને કોંગ્રેસની સીટને લ ઈને ખેલાડીઓએ દાવ પણ લગાવ્યાં છે.

બુકીઓની ધારણા પ્રમાણે, ભાજપની ૯૫ સીટનો ભાવ ૧.૬૫ રૂપિયા અને કોંગ્રેસની ૯૫ સીટનો ભાવ ૨ રૂપિયા બોલાય છે. હાલ સટ્ટોડિયાઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસની ૮૦થી ૯૫ સીટનો ભાવ ખેલવામાં આવી રહ્યો છે. સટ્ટા બજારનાં ભાવ પ્રમાણે, કર્ણાટકમાં ભાજપની સરકાર સત્તામાં આવે તેવી શકયતા છે.

કર્ણાટકની ચૂંટણી પહેલા જ સત્તાનો સટ્ટો સક્રિય થયો છે. આપને જણાવી દઈએ કે, સટ્ટા બજાર કરોડોનાં ખેલનું માર્કેટ છે. જેમાં દરેક બેઠકમાં સર્વે માટે સટ્ટાબાજનો ખાસ માણસ હોય છે. આ વ્યકિતઓ પાર્ટી પોલીટીકસ, કાર્યકર, મતદારનાં અસંતોષની વિગત પણ રાખતા હોય છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આગામી ૧૨મેએ યોજાવા જઇ રહી છે. એ દિવસે ૧૨ મેના રોજ કર્ણાટક રાજયની જનતા ઉમેદવારોની કિસ્મતનું ભાવી આ દિવસે EVMમાં કેદ થશે. જો કે મહત્વનું છે કે આ ચૂંટણીને બુકીઓ એટલે કે સટ્ટાધારીઓ વચ્ચે મોટા પાયે સટ્ટાઓ લગાવાઇ રહ્યાં છે.

જેમાં અલગ અલગ સીટો મુજબ બોલીઓ બોલાઇ રહી છે. લગભગ રૂ.૨૮૦૦થી ૩૦૦૦ કરોડનો સટ્ટો રમાય તેવી શકયતા હાલમાં સેવાઇ રહી છે. ૮૦ સીટનો ભાજપનો ભાવ ૦.૩૨ પૈસા અને કોંગ્રેસનો ભાવ ૦.૪૭ પૈસા બોલાય છે.

૮૫ સીટનો ભાજપનો ભાવ ૦.૬૨ અને કોંગ્રેસનો ભાવ ૦.૯૦ પૈસા બોલાય છે જયારે ૯૦ સીટનો ભાજપનો ભાવ ૧.૫ અને કોંગ્રેસનો ભાવ ૧.૩૫ પૈસા બોલાય છે. સટ્ટાબજારનાં ભાવ મુજબ કર્ણાટકમાં ભાજપની સત્તા આવે તેવી શકયતા સેવાઇ રહી છે.(૨૧.૧૨)

(11:45 am IST)