Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

GST દ્વારા ટેકસ ચોરો ઉપર ત્રાટકવા તમામ તૈયારીઓ પૂર્ણઃ ડેટાનું એનાલિસીઝ કરવા કંપનીઓની પસંદગી

કરદાતાઓના ગયા વર્ષના ભરેલા રિટર્ન જોવાશેઃ ઇ-વે બિલના ડેટા પણ આવરી લેવાશે

અમદાવાદ, તા. ૯ : જીએસટી ડીપાર્ટમેન્ટ દ્વારા કરચોરી પકડવા કરદાતાઓની પૂરી જાણકારી મેવવા અને જલ્દીથી ટેકસ ચોરીના કૌભાંડોને પકડવા તૈયારીઓ કરી રહ્યું છે.

જેમાં ગત વર્ષના પ્રાપ્ત થયેલા ડેટા પરથી જીએસટીએન એનાલિસિસ કરતી કંપનીઓની કામ શોપવા જઇ રહી છે. આ માટે જીએસટીએન ડેટા એનાલિસિસ કરતી કંપનીની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

જીએસટીએનના એક અધિકારીના જણાવ્યા મુજબ, નોંધાયેલા કરદાતાઓ દ્વારા કરવામાં આવેલા કરચોરીને પકડવા માટે ડીપાર્ટમેન્ટ દ્વારા પૂરતી તૈયારીઓ કરી લીધી છે. જીએસટીમાં કરચોરીને રોકવા માટે ડેટા એનાલિટિકસ કરતી કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ કંપનીઓ પાસે કરદાતાઓના ગત વર્ષના ભરેલા રિટર્ન ફાઇલિંગના ડેટા સહિતના ડેટા પરથી ફ્રોડ એનાલિટિકસ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. જેનાથી કરચોરી આસાનીથી ઝડપી શકાશે.

જીએસટી ચોરી રોકવા માટે એનાલિટિકસ કંપની જીએસટી રજિસ્ટ્રેશન, રિટર્ન ફાઇલિંગ, ઇ-વે બિલના ડેટા, ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, બેન્ક અન રાજયોના ટેકસ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ પાસેથી પ્રાપ્ત થયેલા ડેટા વિગેરેની એનાલિટિકસ કરશે. (૮.૧ર)

(11:39 am IST)