Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મોદી સત્તા પર ફરી ન આવેઃ ખ્રિસ્તી ધર્માધ્યક્ષે માનતા માની

૨૦૧૯માં માતા મરિયમ મોદી પાસેથી સત્તા આંચકી લે તેવી પ્રાર્થનાઃ સંત ફ્રાન્સીસી કલિષ્ટ : ભારતમાં લઘુમતીઓ પર ખતરો, માત્ર હિન્દુઓ જ સુરક્ષિતઃ સંત ફ્રાંસીસી : મોદી સરકાર ફરીથી સત્તામાં ન આવે તે માટે દેશભરમાં અભિયાન ચલાવાશે

મેરઠ, તા. ૯ :. અહીંના ઐતિહાસિક ચર્ચ ખાતે માતા મરિયમનો દરબાર યોજાયો હતો. જેમાં મેરઠ પ્રાંતના ધર્માધ્યક્ષ સંત ફ્રાન્સીસી કલિષ્ટે વિવાદાસ્પદ પ્રવચન આપ્યુ હતું.

'અમર ઉજાલા'ના અહેવાલ પ્રમાણે ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જણાવ્યું હતું કે, ભારતમાં લઘુમતીઓ ખતરામાં છે. દેશમાં માત્ર હિન્દુઓ  જ સુરક્ષિત છે, અન્ય ધાર્મિકો ખતરામાં છે. ભારતમાં માત્ર હિન્દુઓ જ રહે એ વૃત્તિથી કામ ચાલે છે અને બંધારણ બદલવામાં આવી રહ્યુ છે.

સંત ફ્રાન્સીસીએ ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકાર ફરી ન રચાય તે માટે માનતા રાખી છે અને ઉપસ્થિત લોકો પાસે પણ માનતા લેવડાવી હતી. મોદી સત્તા પર ફરીથી ન આવે તે માટે પ્રાર્થના કરાવાઈ હતી.

સંતે કહ્યુ કે, વર્તમાન સમયમાં તુચ્છ માનસિકતાવાળા લોકો સત્તામાં છે. માતા મરિયમ આવા લોકો પાસેથી સત્તા છીનવી લેશે. વર્તમાન સરકાર ફરીથી સત્તામાં ન આવે તે માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે તેમ ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જણાવ્યુ હતું.

(11:27 am IST)