Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળુ પડતા આંધીનું જોર ઘટયુઃ ખતરો ટળ્યો નથીઃ ઉત્તર-પૂર્વના છ રાજયોમાં ભારે પવન ફૂંકાશે

નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના વડા કે. સાથી દેવીએ જણાવ્યું હતું કે ઉત્તર- પશ્ચિમ ભારત પર આકરા હવામાનની અસર ઘટે તેમ છે કેમ કે આ ખરાબ વાતાવરણને સર્જનાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિઝ નબળા પડી રહ્યા છેઃ હાલ આ સીસ્ટમ્સ જમ્મુ- કાશ્મીર ઉપર : પૂર્વ તરફ આગળ વધશેઃ હરિયાણા અને આસપાસના નીચલા સ્તરે સાયકલોનિક સકર્યુલેશનની સ્થિતિ ૨૪ કલાકમાં પ.ઉત્તર પ્રદેશ તરફ ફંટાશેઃ કર્ણાટક, આંધ્રપ્રદેશના ઉત્તરી કાંઠાના વિસ્તારો, તામીલનાડુ, કેરળ અને રાયલસીમામાં પવનનું જોર વધશે

નવી દિલ્હી : દેશનાં અનેક રાજયો પર આંધી-તોફાન અને વરસાદનો ખતરો ફરી ઊભો થયો છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદ અને આંધીની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ભારે નુકસાન થયું છે. મંગળવારે મોડી રાતથી ધૂળભરી આંધીની શરૂઆત થઇ  હતી.

પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં વરસાદ પડતાં ગરમીનો પારો ઘટ્યો છે.

ઉત્તરાખંડના કેદારનાથ અને બદરીનાથમાં ભારે હિમવર્ષા-વરસાદને કારણે લાંબાગઢમાં ભેખડ ધસી પડતાં યાત્રાને અનેક કલાકો સુધી અટકાવી દેવાની ફરજ પડી હતી.

રાજસ્થાનના બીકાનેર અને જોધપુર ડિવિઝનોમાં ફરી આંધીનું તોફાન મંગળવારે આવ્યું હતું.  આગામી બે દિવસમાં ઉત્ત્।રાખંડ, ઉત્ત્।ર પ્રદેશ અને પૂર્વ ભારતના અનેક રાજયો તેની લપેટમાં આવે તેવી ચેતવણી જારી કરાઇ છે.

એક એડવાઇઝરીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના અનેક ભાગોમાં ભારે પવન સાથે આંધી ત્રાટકવાની શકયતા છે. પશ્યિમ બંગાળ અને મિઝોરમને બાદ કરતાં ઉત્ત્।રપૂર્વના સાતમાંથી છ રાજયોમાં આ પ્રકારની જ સ્થિતિ ઊભી થઇ શકે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશના ઉત્ત્।રી-કાંઠાના પ્રદેશ, તામિલનાડુ અને કેરળ, રાયલસીમામાં પણ બુધવારે ભારે પવન ફૂંકાશે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ જણાવ્યું હતું કે ગાજવીજ સાથે વાવાઝોડાની અસર ૧૨ રાજયોને થશે. દિલ્હી ઉપરાંત હરિયાણાના અનેક શહેરોને ફરીથી અસમાન્ય વાતાવરણનો સામનો કરવો પડે તેવી શકયતા છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. જેની અસર મંગળવાર રાતથી જ દેખાવા લાગી હતી.

જોકે રાહતજનક વાત એ છે કે હવામાન વિભાગના નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના વડા કે સાથી દેવીએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્યિમ ભારત પર આકરા હવામાનની અસર ઘટે તેમ છે કેમ કે આ ખરાબ વાતાવરણને સર્જનાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિઝ નબળા પડી રહ્યા છે.

હવામાન વિભાગે ઉમેર્યું હતું કે 'હાલમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને કાશ્મીર ઉપર છે અને તે આગામી ૨૪ કલાકમાં પૂર્વ બાજુ આગળ ધપશે અને નબળા પડી જશે. હાલમાં હરિયાણા અને આજુબાજુમાં નીચલા સ્તરે એક સાયકલોનિક સકર્યુલેશનની સ્થિતિ છે. તે આગામી ૨૪ કલાકમાં પશ્યિમી ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે.'

અજમેર, જયપુર, સિકર તથા આસપાસના વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્ત્।રાખંડ, દિલ્હી, હરિયામા, ચંડીગઢ, પશ્યિમ ઉત્ત્।ર પ્રદેશ, પશ્યિમ બંગાળ અને સિક્કિમમાં ૫૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા વ્યકત કરી હતી.

જમ્મુ- કાશ્મીર ઉપર થયેલ વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો છે. લોકોને બુધવારે સવારે આકરા તાપમાંથી આંશીક રાહત મળી છે. રાજકોટમાં ધાબળછાયુ વાતાવરણ સર્જાયું છે.

દિલ્હીમાં આજે હળવા વરસાદ અને આંધીની શકયતા છે. જેની ઝડપ ૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. મંગળવારે અહીં ૩૭.૪ ડિગ્રી જેટલું તાપમાન રહયુ હતુ, કાંઈક આવું જ તાપમાન આજે પણ દિલ્હીમાં ચોખ્ખુ થતુ જશે તેમ- તેમ ગરમીનો પારો ઉપર ચડશે. તેમ અધીકારોએ ઉમેર્યુ હતુ. હાલ આંધી- તોફાને પોતાનો રસ્તો બદલ્યો છે પણ ૧૩મીએ આ સંકટ ફરી આવવાની શકયતા હવામાન ખાતાએ દર્શાવી છે.(૩૦.૨)

(11:00 am IST)