Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

વિશ્વ નવા તોફાનના આરેઃ અમેરિકાએ ઇરાન સાથેની અણુ સંધી ફગાવી દીધી

ફરી આકરા પ્રતિબંધો લાદશેઃ ઇરાન પણ અણુશસ્ત્ર કાર્યક્રમ આગળ ધપાવશે તેવી સંભાવના

નવી દિલ્હી તા. ૮ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ઇરાનની સાથે પરમાણુ સમજૂતિથી પોતાને અલગ કરવાનું એલાન કરી દીધું છે. તેની સાથે જ અમેરિકા ઇરાન પરમાણુ કરારથી અલગ થયું છે. આ પરમાણુ ડીલ ઇરાન અને છ વૈશ્વિક શકિતઓ વચ્ચે વર્ષ ૨૦૧૫માં થઇ હતી. જેમાં અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, જર્મની, રશિયા અને ઇરાન સામેલ હતું.

તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ કરારનું નેતૃત્વ કર્યું હતું. ઇરાન ન્યુકિલયર ડીલથી અમેરિકાનું અલગ થવાનું એલાન કરીને ટ્રમ્પે કહ્યું કે, ઇરાન પર આર્થિક પ્રતિબંધ લગાવાશે.

તેઓએ ચેતવણી આપી કે જો ન્યુકિલયર શસ્ત્રો અંગે કોઇ દેશે ઇરાનની મદદ કરી તો લેના વિરૂધ્ધ પણ પ્રતિબંધ લગાવાશે. તેઓએ કહ્યું કે તેનાથી વિશ્વમાં તે સંદેશ અપાશે કે અમેરિકા ફકત ધમકી જ નહી પરંતુ કરીને પણ દેખાડે છે.

ત્રણ-ચાર મહિના સમસ્યાનો સામનો કરવો પડે પરંતુ સમય પસાર થઇ જશે. ઇરાન વિશ્વ સાથે સકારાત્મક રૂપથી જોડાવવા ઇચ્છે છે. ટ્રમ્પનું નામ લીધા વિના ઇરાનના સુપ્રિમો રૂહાનીએ તહેરાનમાં પેટ્રોલિયમ સંમેલનમાં પ્રતિક્રિયા આપી.

આ વિનાશકારી કરારના કારણે તેહરાનને કરોડો ડોલર આપ્યા તેમ છતાં તેને પરમાણુ હથિયાર બનાવવા માટે રોકી શકી નહીં. તો યુરોપીય રાજનિતીજ્ઞોએ જણાવ્યું કે ટ્રમ્પે આ સમજૂતિ નહી તોડવા માટે તેઓ અસફળ રહ્યાં. ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકાનું પશ્યિમ દેશની સાથે તેહરાનના સંબંધોમાં કડવાશ આવવાનું નક્કી છે.

(10:59 am IST)