Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

નાથુલાના માર્ગે કૈલાસ માનસરોવર યાત્રાળુઓના નામ 'ડ્રો'થી જાહેર થયા

૪ મહિનાની યાત્રા ૮ જૂનથી શરૂ થશેઃ ૧ પરિવારની ૪ વ્યકિત ૧ બેચમાં જઇ શકશે

રિયાધ તા. ૯ : કૈલાશ માનસરોવર યાત્રા માટે કમ્પ્યુટર ડ્રો દ્વારા ચૂંટવામાં આવેલા શ્રદ્ઘાળુઓના નામ વિદેશ મંત્રાલયે જાહેર કર્યા હતા.

આ વર્ષના ડ્રોના અધ્યક્ષ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ બન્યા હતા અને એમણે જણાવ્યું હતું કે જે લોકોના નામ કમ્પ્યુટર ડ્રો દ્વારા ચૂંટવામાં આવ્યા છે, એમને એસએમએસ અને ઇ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે. ડ્રો પત્યા બાદ પોતાના બેચમાં ફેરફાર કરવા માગતા યાત્રાળુઓ આઙ્ખનલાઇન અથવા ચોક્કસ નંબર પર ફોન કરીને એ માટે અરજી કરી શકશે.

ચાર મહિનાની કૈલાશ માનસરોવર યાત્રાનો આરંભ આઠમી જૂનથી થાય છે. સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે નાથુ લા પાસ વાટે કૈલાશ માનસરોવર યાત્રાનો માર્ગ ફરી ખોલવામાં આવ્યો છે. કૌટુંબિક ચિંતાને ધ્યાનમાં રાખતા એક જ કુટુંબની ચાર વ્યકિત એક જ બેચમાં જઇ શકશે.  ગત વર્ષની જેમ આ વખતે પણ પહેલી વખત અરજી કરનાર, ડોકટરો અને પરણેલા યુગલને પ્રાથમિકતા આપવામાં આવી છે.

૬૦ યાત્રાળુના અઢાર બેચ લિપુલેખ પાસ રુટ અને પચાસ યાત્રાળુના દસ બેચ નાથુ લા પાસવાળા રૂટ માર્ગે કૈલાશ માનસરોવર પહોંચશે. આ બેમાંથી લિપુલેખવાળો રૂટ (ઉત્તરાખંડ) વધુ મુશ્કેલ ગણાય છે. આ રૂટમાં કેટલાક સ્થળે ચાલીને ટ્રેકિંગ કરવી પડે છે અને વ્યકિતદીઠ રૂ. ૧.૬ લાખનો ખર્ચ થાય છે. દરેક બેચ માટે યાત્રાનો ગાળો તૈયારી માટે ત્રણ દિવસ દિલ્હીના મળીને ૨૪ દિવસનો છે. આ રુટ નારાયણ આશ્રમ અને પાતાળ ભુવનેશ્વર જેવા મહત્ત્વના સ્થળોએથી પસાર થાય છે.

યાત્રાળુઓ ચાઇલેખ ખીણનું સૌંદર્ય અને બરફાચ્છાદિત ઓમ પર્વત (આ પર્વત પર કુદરતી રીતે ઓમ કોતરાયેલું છે) જોવાનો આનંદ પણ લઇ શકશે

 

(10:00 am IST)