Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

નવાઝ શરીફે ભારતમાં કરોડોનું કાળુંનાણું જમા કરાવ્યાનો આરોપ :તપાસના આદેશ

શરીફ અને તેના સહયોગી દ્વારા 328 અબજ ગેરકાયદે જમા કરાવ્યાનો આક્ષેપ

 

કરાંચી :પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર ભારતમાં કરોડો રૂપિયાનું કાળું નાણું જમા કરવાનો ચોંકવનારો આરોપ મૂકાયો છે. જિયો ન્યૂઝના મતે પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટિબેલિટિ બ્યુરો (NAB) એક સ્થાનિક મીડિયા રિપોર્ટના આધારે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એનએબીએ શરીફ અને તેઓના સહયોગીઓ સામે ભારતમાં 4.9 બિલિયન ડોલર એટલે કે અંદાજે 328 અબજ રૂપિયા ગેરકાયદે જમા કરાવાનો આરોપ લગાવ્યો છે.

   જિઓ ન્યૂઝે NABની તરફથી રજૂ કરેલા નિવેદનનો હવાલો આપતા કહ્યું કે બ્યુરોના ચેરમેનના મીડિયા રિપોર્ટની નોંધ લીધી છે. મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ઘટનાનો વર્લ્ડ બેન્કની માઇગ્રેશન એન્ડ રેમિટંસ બુક 2016માં પણ ઉલ્લેખ છે. જો કે મીડિયા રિપોર્ટમાં તેની ડિટેલ આપવામાં આવી નથી.

   ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરાયો છે કે રકમને ભારતીય નાણાં મંત્રાલયમાં જમા કરાવામાં આવી, પરિણામે ભારતનું ફૉરેન એક્સચેન્જ રિઝર્વ વધી ગયું અને પાકિસ્તાનને તેનાથી ખૂબ નુકસાની ઝીલવી પડી છે

(12:00 am IST)