Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મુસ્લિમ સમુદાયે મોહમ્મદ અલી જિન્નાનું સમર્થન કરવું યોગ્ય નથી:બરેલીની આલા હજરત દરગાહનો ફતવો

જિન્ના અમારા દેશનો ભાગ નથી. જ્યાં જ્યાં પણ જિન્નાની તસ્વીર લાગેલી છે તેને હટાવી દેવી જોઈએ

 

બરેલીઃ એએમયુ યુનિવર્સિટીમાંપાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની તસ્વીર પર થયેલા વિવાદ વચ્ચે બરેલીની આલા હજરત દરગાહે ફતવો જારી કરીને કહ્યું કે, મુસ્લિમ સમુદાય દ્વારા મોહમ્મદ અલી જિન્નાનું સમર્થન કરવું યોગ્ય નથી. દરગાહ આલા હરજતના પ્રવક્તા મૌલાના શહાબુદ્દીને જિન્નાને દેશનો દુશ્મન ગણાવ્યા છે. ફતવામાં કહેવામાં આવ્યું કે જિન્ના અમારા દેશનો ભાગ નથી. જ્યાં જ્યાં પણ જિન્નાની તસ્વીર લાગેલી છે તેને હટાવી દેવી જોઈએ. 

  અત્રે ઉલ્લેખનીય છે કે એએમયૂમાં લાગેલી જિન્નાની તસ્વીરનો મામલો સામે આવ્યા બાદ દેશના રાજકીય માહોલમાં ગરમાયો છે  આ મામલે ઘણા નેતાઓ પોત-પોતાના નિવેદન આપી ચૂક્યા છે. કેટલાક સંગઠનો તેની તસ્વીરના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે.મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ચિંતા વ્યક્ત કર્યા બાદ જિન્નાની તસ્વીરની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી હટાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. પ્રદેશના અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ પ્રમાણે જિન્નાની તસ્વીર દૂર કરવાને લઈને જલ્દી એએમયૂની કાર્ય પરિષદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. 

(12:00 am IST)