Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ફેશનના ચક્કરમાં દુર્ઘટના સર્જાઇઃ હાઇ હીલ્સવાળા સેન્ડલનું બેલેન્સ માતાઅે ગુમાવતા હાથમાંથી છ માસનું બાળક નીચે પડી જતા મોત

મુંબઇઃ કલ્યાણના મેરેજ હોલમાં આવેલી એક મહિલાએ હાઈ હીલ્સવાળાં સેન્ડલ પહેર્યાં હતાં, આ દરમિયાન મહિલાનું બેલેન્સ બગડતાં એની ગોદમાંથી બાળક નીચે પટકાયું હતું. ઘટનાને પગલે 6 મહિનાના માસૂમ બાળકનું મૃત્યુ થયું.

બાળક પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયું હતું. પરિવાર દ્વારા બાળકને હોસ્પિટલે ખશેડવામા આવ્યું હતું. જ્યાં તબીબોએ મોહમ્મદને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે શેખ પરિવાર ઉલ્હાસનગરના ધોબીઘાટ વિસ્તારમાં રહે છે. રવિવારે તેઓ સંબંધીના લગ્ન માટે માતોશ્રી હોલમાં આવ્યાં હતાં.

લગ્નમાં સામેલ થયા બાદ પરિવાર ઘરે પરત આવી રહ્યો હતો, ત્યારે જ ફેમિદા શેખ (23)એ સંતુલન ગુમાવતાં તેના ખોરામાંથી બાળક સરકી ગયું હતું અને તે પહેલા માળની ગેલેરીમાંથી નીચે પટકાયું હતું. પરિવાર ઘાયલ મોહમ્મદને કલ્યાણની રુક્મિણીબાઇ હોસ્પિટલે લઇને પહોંચ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે મોહમ્મદના પિતા ઉલ્હાસનગર સ્થિત એક દુકાનમાં હેલ્પર તરીકે કામ કરે છે જ્યારે ફેમિદા એક ગૃહિણી છે. પોલીસે આકસ્મિક મોતનો રિપોર્ટ દાખલ કરી વધુ તપાસ આગળ ધપાવી છે.

(12:00 am IST)