Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ઇન્‍ટરનેટ વગર ડીજીટલ ચૂકવણી સરળ બનાવાશે

નવી દિલ્‍હીઃ કેશલેસ સુવિધાને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ડીજીટલ ચૂકવણીના વિકલ્પરૂપે ઇન્‍ટરનેટ વગર પણ સરળતાથી પેમેન્‍ટ ચૂકવી શકાય તેવું આયોજન ટૂંક સમયમાં શક્ય બનશે.

પેમેન્ટ પ્લેટફોર્મ Paytm માં હવે ઈન્ટરનેટ વગર ઓફલાઈન પેમેન્ટ પણ કરી શકશો. કંપનીએ તેના માટે પેટીએમ ટેપ કાર્ડ શરૂ કરવાની જાહેરાત કરી છે.

પેટીએમની માલિકીની કંપની વન૯૭ કમ્યુનિકેશન્સ લિમિટેડે જણાવ્યું છે કે, આ નવી ઓફર બિન-ઇન્ટરનેટ ગ્રાહકો માટે અભિનવ અને સંકલિત ચુકવણી ઉકેલ પૂરો પાડશે.

ટેપ કાર્ડ એક સેકેન્ડમાં પેટીએમ દ્વ્રારા જાહેર એનએફસી પીઓએસ ટર્મિનલમાં સપૂર્ણપણે ઓફલાઈન, સુરક્ષિત અને સાહજિક ડિજિટલ ચૂકવણી માટે સક્ષમ ટેકનીક ધરાવે છે. પેમેન્ટ માટે ટેપ કાર્ડ પર ક્યુઆર કોડ સ્કેન કરી અને કોઈ પણ એડ વેલ્યુ મશીન (એવીએમ) માં તેને ચકાસણી દ્વ્રારા પોતાના પેટીએમ ખાતામાં રૂપિયા જોડી શકો છો.

પેમેન્ટને સરળ બનાવવાના પ્રયાસમાં પેટીએમ આ કાર્ડનો ઉપયોગ કરી ઝડપી ડીઝીટલ ચુકવણીઓ સક્ષમ બનાવવા માટે પ્રથમ સત્રમાં કાર્યક્રમો, શેક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેટની સાથે ભાગીદારી કરી રહ્યા છે.

(12:00 am IST)