Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દુષ્કર્મની સજા ભોગવતા કુલદીપ સેંગરની પત્નીને ભાજપે જિલ્લા પંચાયત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ સંગીતા સેંગરને ફતેહપુર ચૌરાસી તૃતીયમાંથી ભાજપે ટિકિટ આપી છે.

યુપી પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે 51 જિલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને ભાજપને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કુલદીપસિંહ સેંગર બળાત્કાર કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની સંગીતા સેંગરને ફતેહપુર ચૌરાસી તૃતીયમાંથી મેદાનમાં ઉતારવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને પણ ઉમેદવાર બનાવ્યા છે. કુલદીપ સિંહ સેંગર બળાત્કાર કેસમાં દોષિત છે અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે સંગીતા સેંગર વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ છે.

ઉન્નાવના બાંગરમઉથી ચાર વખત ધારાસભ્ય રહેલ કુલદીપ સેંગર અત્યારે જેલના સળીયા ગણી રહ્યો છે. તેની 2017 માં ઉન્નાઓ બળાત્કાર કેસમાં ધરપકડ થઇ હતી. કુલદીપને ગયા વર્ષે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાના મૃત્યુના કેસમાં તેને 10 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. ભાજપે સેંગરને 2019 માં પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. તે જ સમયે, વિધાનસભા સભ્યપદ પણ સમાપ્ત થઇ ગયું હતું.

પરંતુ ભાજપ દ્વારા જીલ્લા પંચાયતમાં ગુનેગાર કુલદીપ સેંગરની પત્નીને ટીકીટ અપાતા ચોતરફ ચર્ચા થવા લાગી છે બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા કુલદીપની પત્ની વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ છે.

(11:54 am IST)
  • રાજકોટના મોટાભાગના વેપારી એસોસિએશનએ આવતીકાલથી શનિ અને રવિવારના રોજ, શહેરમાં કોરોના સંક્રમણ વધતા, તકેદારી રૂપે સ્વયંભૂ બધી મુખ્ય બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે... access_time 6:29 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,44,829 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,32,02,783 :એક્ટિવ કેસ 10,40,993 થયા વધુ 77,199 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19, 87, 940 થયા :વધુ 773 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,68,467 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 58,993 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST

  • વડોદરાના અતલાદરા ખાતે બીએપીએસ મંદિરના મધ્યસ્થ ખંડમાં ૫૦૦ બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે : તંત્રને સભાગૃહ સોંપી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો access_time 3:53 pm IST