મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

દુષ્કર્મની સજા ભોગવતા કુલદીપ સેંગરની પત્નીને ભાજપે જિલ્લા પંચાયત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ સંગીતા સેંગરને ફતેહપુર ચૌરાસી તૃતીયમાંથી ભાજપે ટિકિટ આપી છે.

યુપી પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે 51 જિલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને ભાજપને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કુલદીપસિંહ સેંગર બળાત્કાર કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની સંગીતા સેંગરને ફતેહપુર ચૌરાસી તૃતીયમાંથી મેદાનમાં ઉતારવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને પણ ઉમેદવાર બનાવ્યા છે. કુલદીપ સિંહ સેંગર બળાત્કાર કેસમાં દોષિત છે અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે સંગીતા સેંગર વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ છે.

ઉન્નાવના બાંગરમઉથી ચાર વખત ધારાસભ્ય રહેલ કુલદીપ સેંગર અત્યારે જેલના સળીયા ગણી રહ્યો છે. તેની 2017 માં ઉન્નાઓ બળાત્કાર કેસમાં ધરપકડ થઇ હતી. કુલદીપને ગયા વર્ષે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાના મૃત્યુના કેસમાં તેને 10 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. ભાજપે સેંગરને 2019 માં પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. તે જ સમયે, વિધાનસભા સભ્યપદ પણ સમાપ્ત થઇ ગયું હતું.

પરંતુ ભાજપ દ્વારા જીલ્લા પંચાયતમાં ગુનેગાર કુલદીપ સેંગરની પત્નીને ટીકીટ અપાતા ચોતરફ ચર્ચા થવા લાગી છે બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા કુલદીપની પત્ની વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ છે.

(11:54 am IST)