Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

Tiktok પર વાયરલ કોરોનાની સારવાર ભારે પડી : ધતૂરો ખાવાથી 11 લોકો હૉસ્પિટલમાં દાખલ

આંધ્ર પ્રદેશના ચિતુરમાં ધતુરાના છોડ ખાવાથી 11 લોકો બીમાર : વિડિઓ બનાવનારની શોધખોળ

ચિત્તુરઃ કોરોના વાયરસને લઈને સરકાર દેશભરમાં જાગૃતતા અભિયાન ચલાવી રહી છે. તેમ છતાંય કેટલાક લોકો આ ખતરનાક વાયરસથી બચવા માટે વિચિત્ર પ્રકારના ઉપાય પણ અજમાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં સામે આવ્યો છે.

 'ધ ન્યૂઝ મિનિટ'ના અહેવાલ મુજબ, બે પરિવારોને TikTok પર વાયરલ કોરોનાનો ઘરગથ્થુ ઉપચાર અજમાવવો મોંઘો પડી ગયો. તબીયત ખરાબ થવાના કારણે બંને પરિવારના 11 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં પડ્યા છે.

   પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવારોએ TikTok પર એક વીડિયો જોયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'ઉમ્મેઠા કાયા' ખાવાથી કોરોના વાયરસથી વિરુદ્ધ ઇમ્યૂનિટી લેવલ વધારી શકાય છે. નોંધનીય છે કે 'ઉમ્મેઠા કાયા' ધતૂરાના છોડ પર ઊગતું ઝેરી ફળ છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફળને ખાવાથી કોરોના વાયરસ તાત્કાલિક ખતમ થઈ જાય છે

પોલીસ હાલ ખોટો દાવો કરનારા વીડિયોને બનાવનારા લોકોની શોધખોળ કરી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ મોટી સફળતા નથી મળી. 'ઉમ્મેઠા કાયા' ખાધા બાદ પીડિતોની હાર્ટબીટ વધી ગઈ અને શરીર પર અનેક સ્થળે ચાઠા પડવા લાગ્યા. ડૉક્ટરો મુજબ, 'ઉમ્મેઠા કાયા'માં એન્ટ્રોપાઇન ઝેર હોય છે જે કોઈના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સારી વાત એ છે કે દર્દીઓને સમયસર સારવાર મળી, જેના કારણે તેઓ સાજા થઈને ઘરે પરત જઈ શકશે

(1:08 pm IST)
  • સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ : સુરતના 68 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : સુરતમાં કુલ 24 કોરોના પોઝિટિવ દર્દી : રાજ્યમાં કુલ 189 કેસ નોંધાયા : રાજ્યના 18 જિલ્લામાં કોરોનાના કેસ access_time 11:07 pm IST

  • અનંત મુકેશભાઈ અંબાણીનો જન્મદિન : પરિમલ નથવાણીએ અભિનંદન આપ્યા : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા સંચાલક શ્રી અનંત અંબાણીનો જન્મદિવસ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીનીયર ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણીએ મોડીરાત્રે ટ્વીટ કરી ભગવાન દ્વારકાધીશના આર્શીવાદ સતત વરસતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. access_time 1:07 pm IST

  • સાઉદી અરેબીયામાં શાહી પરિવારના ૧૫૦ લોકોને કોરોના પોઝીટીવઃ સાઉદીના રાજકુમાર ફૈઝલ-બીન આઇસીયુમાં દાખલઃ ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન સલમાન આઇસોલેશનમાં access_time 4:30 pm IST