મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

Tiktok પર વાયરલ કોરોનાની સારવાર ભારે પડી : ધતૂરો ખાવાથી 11 લોકો હૉસ્પિટલમાં દાખલ

આંધ્ર પ્રદેશના ચિતુરમાં ધતુરાના છોડ ખાવાથી 11 લોકો બીમાર : વિડિઓ બનાવનારની શોધખોળ

ચિત્તુરઃ કોરોના વાયરસને લઈને સરકાર દેશભરમાં જાગૃતતા અભિયાન ચલાવી રહી છે. તેમ છતાંય કેટલાક લોકો આ ખતરનાક વાયરસથી બચવા માટે વિચિત્ર પ્રકારના ઉપાય પણ અજમાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં સામે આવ્યો છે.

 'ધ ન્યૂઝ મિનિટ'ના અહેવાલ મુજબ, બે પરિવારોને TikTok પર વાયરલ કોરોનાનો ઘરગથ્થુ ઉપચાર અજમાવવો મોંઘો પડી ગયો. તબીયત ખરાબ થવાના કારણે બંને પરિવારના 11 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં પડ્યા છે.

   પોલીસના જણાવ્યા મુજબ, બંને પરિવારોએ TikTok પર એક વીડિયો જોયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'ઉમ્મેઠા કાયા' ખાવાથી કોરોના વાયરસથી વિરુદ્ધ ઇમ્યૂનિટી લેવલ વધારી શકાય છે. નોંધનીય છે કે 'ઉમ્મેઠા કાયા' ધતૂરાના છોડ પર ઊગતું ઝેરી ફળ છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફળને ખાવાથી કોરોના વાયરસ તાત્કાલિક ખતમ થઈ જાય છે

પોલીસ હાલ ખોટો દાવો કરનારા વીડિયોને બનાવનારા લોકોની શોધખોળ કરી રહી છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ મોટી સફળતા નથી મળી. 'ઉમ્મેઠા કાયા' ખાધા બાદ પીડિતોની હાર્ટબીટ વધી ગઈ અને શરીર પર અનેક સ્થળે ચાઠા પડવા લાગ્યા. ડૉક્ટરો મુજબ, 'ઉમ્મેઠા કાયા'માં એન્ટ્રોપાઇન ઝેર હોય છે જે કોઈના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સારી વાત એ છે કે દર્દીઓને સમયસર સારવાર મળી, જેના કારણે તેઓ સાજા થઈને ઘરે પરત જઈ શકશે

(1:08 pm IST)