Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમેરિકી પ્રતિબંધ આર્થિક આતંકવાદ છે : ઈરાન

 

તેહરાન, તા.૮ : વર્ષ ૨૦૧૫માં ઈરાનના પી-૫ પ્લસ એક દેશો અને યુરોપિય સંઘ વચ્ચે થયેલા પરમાણુ કરારથી અમેરિકા બહાર થઈ ગયા બાદ વોશિંગ્ટને તહેરાન ઉપર એક પછી એક નવા પ્રતિબંધ લાગુ કરવાની શરૂઆત કરી દીધી છે. પ્રતિબંધોને લઈને ઈરાનના પ્રમુખ હસન રોહાનીએ જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. રોહાનીએ કહ્યું છે કે આ પ્રતિબંધ આર્થિક આતંકવાદ તરીકે છે. રોહાનીએ આજે ટેલિવિઝન ઉપર પોતાના ભાષણમાં કહ્યું હતું કે અમેરિકાએ ઈરાન ઉપર ગેરકાયદે અને અન્યયપૂર્ણ રીતે પ્રતિબંધ મુક્યા છે. અમારા દેશ ઉપર ટાર્ગેટ કરીને આ પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે પરંતુ ઈરાન સંપૂર્ણપણે સ્વતંત્રતા સાથે આગળ વધવા કટિબદ્ધ છે. ઈરાનને કારોબારથી વંચિત રાખવાના પ્રયાસ થયા છે.

(9:53 pm IST)