Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ડાયમંડથી જડેલુ એમિરેટ્સ એરલાઇન્સનું વિમાનઃ સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ

હીરોડાયમંડની ઓળખ તો જ્વેલર કરી શકે છે. ખૂબ જાણીતી કહેવત છે. શું તમે ક્યારેય ડાયમંડથી જડેલું એરપ્લેન જોયું છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે એક પ્લેનની ઊપર સંપૂર્ણ રીતે ડાયમંડ ચોટાડવામાં આવ્યા છે.

કંપનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો ફોટો

એમિરેટ્સ એરલાઈન્સએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જુઓ, એમિરેટ્સ બ્લિંગ 777, ફોટો સારા શકીલ દ્વારા ફોટોને સોશિયલ મીડિયામાં લોકો એવું માની રહ્યા છે કે પ્લેન પર ડાયમંડ ટાંકવામાં આવ્યા છે.

સારાએ બનાવ્યો છે ફોટો

સારા એક ક્રિસ્ટલ આર્ટિસ્ટ છે. એટલે કે જેને લોકો ડાયમંડનું વિમાન સમજી રહ્યા હતા તે તેમની ભૂલ હતી. ફોટો સારાએ ક્રિસ્ટલ દ્વારા બનાવ્યો હતો.

(4:47 pm IST)