Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલ ૭૦.૭૦ રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૬૫.૩૦ રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ભાવમાં ઘટાડા બાદ પણ મુંબઈમાં પેટ્રોલના ભાવ અત્યારે સૌથી વધારે છે અહીંયા પેટ્રોલ ૭૬.૨૮ અને ડીઝલ ૬૮.૩૨ રુપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે.

હકીકતમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવ ઓછો થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે જેના કારણે ભારતમાં તેલની તેને લઈને આવનારા સમયમાં કાચા તેલની આયાત મોંઘી થવાની શકયતાઓ દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં પાંચ ટકાથી વધારેની તેજી આવી છે તેવી માહિતી મળી રહી છે.(૨૧.૨૮)

 

(4:06 pm IST)