Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હવે ઓપરેટરો ૧૦૦ ચેનલોના લઇ શકશે માત્ર રૂ. ૧૩૦ : ગ્રાહકો ઉપર પેકેજ ઠોકી નહિ બેસાડાય

ટ્રાઇએ આ વ્યવસ્થાને લાગુ કરવા માટે ૨૯ ડિસેમ્બર નક્કી કરી છે

નવી દિલ્હી તા. ૮ : ટ્રાયના નવા નિયમો અનુસાર ૧૦૦ ફ્રી ચેનલ માટે કેબલ ઓપરેટર અને ડીટીએચ પ્રોવાઇડર હવે ૧૩૦ રૂપિયાથી વધારે નહીં લઇ શકે. કોઇ પણ ઓપરેટર અથવા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર કંપની ગ્રાહકોને બળજબરી રીતે પેકેજ ના આપી શકે. આ નિયમોને લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ટ્રાયે અંદાજ વ્યકત કર્યો છે કે મધ્ય પ્રદેશ જેવા રાજયોમાં ફ્રી ચેનલ અને પે ચેનલ મળીને સામાન્ય વ્યકિતને દર મહિને ૨૪૩ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. જેમા ૬૫ ફ્રી ટૂ ઇયર ચેનલ, દૂરદર્શનની ૨૩ ચેનલ, ૩ મ્યૂઝિક ચેનલ, ૩ ન્યૂઝ ચેનલ, ૩ મૂવી ચેનલ અને ૩ જીઇસી ચેનલ બધી મળીને ૧૦૦ ચેનલ સામેલ છે.

એવામાં જો કોઇ પણ ઓપરેટર તમારી પાસેથી વધારે પૈસા વસૂલ કરે છે તો તમે તેની ફરિયાદ ટ્રાયમાં કરી શકો છો. ટ્રાયે આ વ્યવસ્થાને લાગૂ કરવા માટે ૨૯ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. દેશભરમાં ટ્રાયની ૫ રીઝનલ ઓફિસ છે, જયાં ફરિયાદ કરી શકાય છે.

હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરૂ, ભોપાલ અને જયપુરમાં ટ્રાયની રીઝનલ ઓફિસ છે. તે સિવાય દિલ્હીમાં મહાનગર દૂરદર્શન ભવન, જવાહરલાલ નેહરુ માર્ગમાં ટ્રાયની હેડ ઓફિસ છે. તમે ત્યાં પણ ફરિયાદ નોધાવી શકો છો. તમે ટ્રાયના ઇમેલ આઇડી ap(at)trai(dot)gov(dot)inની સાથે ફોન નંબર ૯૧-૧૧-૨૩૨૩ ૬૩૦૮ (Reception) પર પણ કોન્ટેકટ કરી શકો છો.

માય કોલ એપ- આ એપ દ્વારા તમે પોતાના કોલની કવોલિટી સંબંધિત સૂચના આપી શકશો. તે આધાર પર ટ્રાય યોગ્ય કાર્યવાહી કરી શકશે. ડીએનડી એપ- આ એપ દ્વારા તમે થોડા સમય માટે ઇનકમિંગ કોલ રોકી શકો છો. માય સ્પીડ-આ એપ દ્વારા તમે નેટની સ્પીડ ચેક કરી શકો છો

(4:05 pm IST)