Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બૃહદેશ્વર મંદિરના પ્રાંગણમાં આર્ટ ઓફ લીવીંગના કાર્યક્રમમાં ઉપર તમિલ સંગઠને લગાવી દીધી રોક: બે દિ' હતો પોગ્રામ

શ્રી શ્રી રવિશંકરનો એક કાર્યક્રમ કે જે બૃહદેશ્વર મંદિરના પ્રાંગણમાં યોજાવાનો હતો તેની પર મદ્રાસ હાઇકોર્ટે રોક લગાવી દીધી છે.શુક્રવારે આર્ટ ઓફ લીવીંગનો બે દિવસનો પ્રોગ્રામ થવાનો હતો.

 યુનેસ્કોની વિશ્વ વારસાની સૂચીમાં બૃહદેશ્વર મંદિર પણ શામેલ છે જેમાં ખાનગી કાર્યક્રમને તેઓ મંજુરી આપતા નથી.તમિલ સંગઠન દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને આ રોક લગાવવા માટે કોર્ટ સુધી પહોચી ગયા હતા.

 રીપોર્ટ પ્રમાણે આ મંદિર ૧૦૦૦ વર્ષ જુનું છે. આ મંદિર સુરક્ષિત દ્વારા સંરક્ષિત છે. આ મંદિરને બચાવવાની જવાબદારી દરેકની છે. આર્ટ ઓફ લીવીંગના આ કાર્યક્રમને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ તરફથી પહેલા મંજુરી આપવામાં આવી હતી.

 અંદાજે ૨૦૦૦ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા જે લોકોના રોકાણ માટે મંદિરના પ્રાંગણમાં અસ્થાયી મંડપ બાંધવામાં આવ્યા હતા જેને લઈને સામાજિક સંગઠન તેનો વિરોધ કરી રહ્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં શ્રી શ્રીએ યમુનાના નદીના કિનારે વિશ્વ કલ્ચરલ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પર્યાવરણને ઘણું નુકશાન પહોચ્યું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આર્ટ ઓફ લીવીંગ પર ૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલ પણ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.

(2:17 pm IST)