Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

20 વર્ષમાં પહેલી વખત વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ચીનથી આગળ નીકળ્યું ભારત

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનો ભારતને ફાયદો

નવી દિલ્હી :છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ભારત પાડોશી દેશ ચીન કરતા આગળ નિકળ્યુ છે. ફાઈનાન્સ ક્ષેત્રની કંપની ગ્લોબલ ફાઈનાન્સિયલ ડિયાલોજિકના કહેવા પ્રમાણે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાં વિદેશી કંપનીઓએ 38 અબજ ડોલર અને ચીનમાં 32 અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે.

  ભારતમાં મોટાભાગનુ રોકાણ કન્ઝ્યુમર અને રિટેલ સેક્ટરમાં થયુ છે.હિન્દુસ્તાન યુની લીવરે 31700 કરોડના ખર્ચે હોર્લિક્સને ટેકઓવર કરી છે.આ પહેલા વોલમાર્ટે ફ્લિપકાર્ટને 16 અબજ ડોલરમાં એટલે કે લગભગ એક લાખ કરોડ રુપિયામાં ટેકઓવર કરી છે.

 ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનુ કહેવુ છે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનો ફાયદો ભારતને મળી રહ્યો છે.

(12:18 pm IST)