Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મુંબઇ: માલાબર હિલનું નામ બદલી રામનગરી કરવા શિવસેનાના નેતા દિલીપ લાંડેની માંગણી

બૃહદ મુંબઇ મહાનગરપાલિકામાં મુક્યો પ્રસ્તાવ

મુંબઈ :દેશમાં વિવિધ શહેરો અને સ્થળોના નામ બદલવાનો વાયરો ફુંકાયો છે  શિવસેનાએ ફરી રામ નામનો સહારો લઇ મુંબઇની માલાબાર હિલનું નામ બદલીને રામનગર કરવાની માંગ કરી છે. શિવસેનાના નેતા દિલીપ લાંડેએ બૃહદમુંબઇ મહાનગરપાલિકામાં આ માંગ કરી છે.

  શિવસેનાના નેતા દિલીપ લાંડે તરફથી કરવામાં આવેલા પ્રસ્તાવને BMCમાં 13 ડિસેમ્બરે સાંભળવામાં આવશે. તેમને આશા છે કે, તેમનો પ્રસ્તાવ કોઇ પણ પ્રકારની મુશ્કેલી વિના પાસ કરી દેવામાં આવશે.

  તેમણે કહ્યું કે, માલબર હિલ અંગ્રેજોએ આપેલું નામ છે. જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઘણાં બ્રિટીશ નામોને ભારતીય નામોમાં બદલી શકે તો માલાબાર હિલનું નામ કેમ બદલી શકાય નહી.

  તેમણે તેમ પણ જણાવ્યું કે, BMC પાસે એક બુક છે જેમાં ઉલ્લેખ છે કે ભગવાન રામ અને લક્ષ્‍મણ લંકા જતી વખતે અહીં રોકાયા હતા. જેને તેઓ પુરાવા તરીકે રજૂ કરશે

(10:03 am IST)