Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમેરિકાના હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું : 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના

હવાઈ : હવાઇના ડેમોક્રેટિક પાર્ટીના હિન્દૂ મહિલા સાંસદ 37 વર્ષીય  સુશ્રી તુલસી ગબ્બાર્ડ આગામી 2020 ની સલમા યોજાનારી અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેની  ચૂંટણીના સૌથી વધુ લોકપ્રિય 10  ઉમેદવારોમાં સ્થાન ધરાવે છે.તેઓ ચૂંટણી લડશે કે કેમ તે અંગે અગાઉ પુછાતા તેમણે  પોતાના પરિવારજનો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું

 પ્રાપ્ત માહિતી મુજબ હવે તેમણે હિન્દૂ ઉમેદવાર તરીકે પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણી લડવા માટે અગ્રણી ઇન્ડિયન અમેરિકનોના અભિપ્રાય લેવાનું શરૂ કરી દીધું છે.કદાચ વર્ષના અંત સુધીમાં તેઓ પોતાનો નિર્ણય ઘોષિત કરે તેવી સંભાવના હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(7:30 pm IST)