Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

૧૪ ડિસેમ્બર સુધીમાં ૩૨ લાખ લગ્નો : રૂ. ૩.૭૫ લાખ કરોડનો બિઝનેસ થશે

લોકો ૪૦% વધુ ખર્ચ કરવા તૈયાર : ૧૪ ડિસેમ્બર સુધી લગ્નનો પહેલો તબક્કો રહેશે તે પછી ૧ મહિનો વિરામ

નવી દિલ્હી. લગ્નનો ­થમ તબક્કો ૧૪ નવેમ્બરથી ૧૪ ડિસેમ્બર સુધી ચાલશે, જેના કારણે બજાર ફરી ધમધમી ઉઠશે. ટ્રેડર્સ બોડી CATના રિપોર્ટ અનુસાર, ૧૪ ડિસેમ્બર સુધી દેશભરમાં લગભગ ૩૨ લાખ લગ્નો થવાની ધારણા છે, જેમાં શોપિંગ અને બિઝનેસ અંદાજે રૂ. ૩.૭૫ લાખ કરોડ થવાનો અંદાજ છે. CAT અનુસાર, આ સમયગાળા દરમિયાન આવા ઍક લાખ લગ્ન થશે, જેનો ખર્ચ ૫૦ લાખ રૂપિયાથી વધુ થશે.

લગ્નનો લગભગ ૨૦% ખર્ચ વર અને વધુને જાય છે, જયારે ૮૦% ખર્ચ લગ્ન સાથે કામ કરતી અન્ય ત્રીજી ઍજન્સીઓને જાય છે. આ વર્ષે ઘરેણાં, સાડીઓ, લહેંગા, ફર્નિચર, તૈયાર વસ્ત્રો, કપડાં, પગરખાં, લગ્ન અને શુભેચ્છા કાર્ડ, ડ્રાય ફ્રૂટ્સ વગેરે જેવી વસ્તુઓની ખૂબ માંગ છે.

લગ્નસરાની સિઝનની ધંધાકીય સંભાવનાઓને ધ્યાનમાં રાખીને દેશભરના વેપારીઓઍ તડામાર તૈયારીઓ કરી લીધી છે. બેન્ક્વેટ હોલ, હોટેલ્સ, ખુલ્લા લોન, કોમ્યુનિટી સેન્ટર્સ, સાર્વજનિક ઉદ્યાનો, ફાર્મ હાઉસ અને અન્ય ઘણા ­કારના સ્થળો લગ્ન માટે લગભગ ૧૦૦„ બુક છે. લગ્ન સ્થળ ન મળવાને કારણે ઘણા લોકો લગ્નની તારીખ આગળ વધારી રહ્ના છે.

(11:13 am IST)