Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

તાલિબાન હિંસા બંધ કરે તો જ અફઘાનિસ્તાનમાં શાંતિ આવી શકે: સરકાર સાથે સીધી વાતચીત કરે

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સરકાર સાથે સીધી વાતચીત કરવા તાલિબાનને અપીલ કરી

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએતાલિબાનને હિંસા બંધ કરવા અને સરકાર સાથે સીધી વાતચીત કરવા અપીલ કરી છે. ગનીનું નિવેદન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાલિબાન નેતાઓ સાથેની ગોપનીય બેઠક રદ કરવાના નિર્ણય પછી આવ્યુ છે. તેના જવાબમાં અફઘાન સરકારે કહ્યું છે કે તાલિબાન હિંસા બંધ કરે તો જ, અફઘાનિસ્તાનમાં શાંતિ આવી શકે છે. તાલિબાન દ્વારા તાજેતરમાં આતંકવાદની ઘટનાઓ તીવ્ર કરવામાં આવી છે.

તાલિબાન સાથેની વાતચીત રદ કરવાના ટ્રમ્પના નિર્ણય અંગે ગનીના એક નજીકના સાથીએ કહ્યું કે, યુએસ સરકારના નિર્ણયથી સાબિત થાય છે કે તેઓ શાંતિ કરાર અંગે અફઘાન સરકારની ચિંતા સ્વીકારી રહ્યા છે. નામ જાહેર ન કરવાની શરતે તેમણે કહ્યું કે, 'અફઘાન સરકાર ટ્રમ્પના નિર્ણયને સમર્થન આપે છે.' તાલિબાન અને અમેરિકા વચ્ચે કરારનો મુસદ્દો અફઘાનિસ્તાનમાં શાંતિની બાંહેધરી આપતો નથી

(7:19 pm IST)