Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

ISROમાં મોટા પાયે ભરતી પ્રક્રિયા ૧૩ સપ્‍ટેમ્‍બર સધુમાં ઉમેદવારો અરજી કરી શકશે

ટેકનીશ્‍યન, ઇલકેટ્રીશ્‍યન મીકેનીક, પ્‍લંબલ, વેલ્‍ડર, ટેકનીકલ આસી. સ્‍ટેટ વિગેરે પદો પર ભરતી થશે : ITT પાસ ડીપ્‍લોમાં કોર્ષ કરેલા બેરોજગારો માટે નોકરીની સુવર્ણ તક

નવી દિલ્હી : ISRO એ ટેક્નિશનો અને અન્ય પદો માટે આવેદન બહાર પાડ્યું છે. જો તમે આ પદો પર નોકરી કરવા ઈચ્છો છો અને હજુ સુધી અરજી ન કરી હોય તો ISRO ની વેબસાઈટ isro.gov.in પર જઈને અરજીની પ્રક્રિયા પૂરી કરી શકો છો. અરજી માટેની પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ હતી. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2019 સુધીની છે. આ ભરતી દ્વારા કુલ 86 પદો પર નોકરી આપવામાં આવશે.

કયા અને કેટલા પદોઃ

ઈસરોએ ટેક્નીશિયન-બી, ડ્રાફ્ટમેન-બી અને ટેક્નીકલ અસિસ્ટન્ટના પદો માટે આવેદન મંગાવ્યા છે. નીચેના પદો પર ભરતી થશે.

ફિટર-20 પદ

ઈલેક્ટ્રીશિયન મેકેનિક-15 પદ

પ્લંબર-2 પદ

વેલ્ડર- 1 પદ

મેકેનિસ્ટ- 1 પદ

ડ્રાઉટમેન બી- 12 પદ

ટેક્નીકલ અસિસ્ટન્ટ- 32 પદ

યોગ્યતાઃ

ટેક્નિશિયન-ડ્રાફ્ટમેનઃ માન્યતા પ્રાપ્ત કરેલ શાળાઓમાંથી 10 અને 12 ની પરીક્ષાઓ પાસ કરી હોય. તેની સાથે જ સંબંધિત ટ્રેડમાં ITI/MTC/MC સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ હોય.

ટેક્નિકલ અસિસિટન્ટઃ માન્યતા પ્રાપ્ત કરેલ યુનિવર્સિટીથી સિવિલ/મેકેનિકલ અને ઈલેક્ટ્રોનિક એન્જિન્યરિંગમાંથી ડિપ્લોમા થયું હોવું જોઈએ.

ઉમર સીમાઃ

13 સપ્ટેમ્બર સુધી ઉમેદવારની ન્યૂનતમ ઉમર 18 વર્ષ અને અધિકતમ ઉમર 35 વર્ષ હોવી જોઈએ.

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કીલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોની ભરતી બેંગલોરમાં કરવામાં આવશે.

સેલેરીઃ

ટેક્નીશિયન-બી, ડ્રાફ્ટમેન-બી -27,700 રૂપિયા

ટેક્નીકલ અસિસ્ટન્ટ -44,900 રૂપિયા

(12:15 pm IST)