Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પોલીસના આંખમાં ધૂળ ઝોંકી

ફરીદાબાદમાં બપોરે બે વખત સીસીટીવીમાં કેદ: ભાગેડુ વિકાસ 3.30 કલાક સુધી પોલીસની આસપાસ જ ફરતો હતો

ફરીદાબાદઃ કાનપુર પાસેના ગામમાં 8 પોલીસ કર્મીઓની હત્યા કરી ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પોલીસના આંખમાં ધૂળ ઝોંકી રહ્યો છે. પોલીસ માને છે કે તે નેપાળ ભાગી ગયો. પરંતુ મંગળવારે વિકાસ યુપીના ફરિદાબાદ શહેરમાં હતો. 7 જુલાઇએ વિકાસ શહેરના સાસારામ ગેસ્ટ હાઉસમાં બપોરે 12.30 કલાકે સીસીટીવીમાં કેદ થયો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સાસારામ ગેસ્ટ હાઉસથી માત્ર 3 કિમીટર અંતરે પોલીસે ત્યારે જ એક ઘરમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી વિકાસના સાથીઓની ધરપકડ કરી હતી. અહીંના સ્થાનિકોના કહેવા પ્રમાણે પોલીસે અહિંયા બપોરે આશરે 1.30 કલાકે દરોડો પાડ્યો હતો. જ્યારે આ ઘરથી માત્ર એક કિમીના અંતરે સેક્ટર 87ની એક દુકાનના સીસીટીવી કેમેરામાં પણ વિકાસ બપોરે 3.14 કલાકે કેદ થયો હતો.

આનો મતલબ એ થયો કે ભાગેડુ વિકાસ દુબે ફરિદાબાદમાં આશરે 3 કલાક સુધી ત્રણ કિમીટરના વિસ્તારમાં આરામથી ફરતો રહ્યો અને પોલીસ ત્યાં જ કાર્યવાહી રહી હોવા છતાં તેને પકડી શકી નહીં. તે પોલીસની આંખમાં ધૂળ ઝોંકી આરામથી નીકળી ગયો.

ફરીદાબાદના સેક્ટર 87 ખાતેની તે દુકાનેથી બાયપાસ આશરે 500 મીટરે જ છે. વિકાસ દુકાનેથી ઓટો પકડી બાયપાસ તરફ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બીકાનેર દુકાનના માલિકના જણાવ્યા મુજબ બિકાનેર દિકાનના માલિકે જણાવ્યું કે મંગળવારે સાંજે આશરે 4 વાગે પોલીસ દુકાને આવી હતી. તેણે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે વિકાસની ઓળખ થઇ હતી. તે સમયે મેં જાતે જ પોલીસને કહ્યું હતું કે આ શખસને ઓટો રિક્ષામાં બાયપાસ તરફ જતો જોયો હતો.

 

વિકાસ દુબેએ ત્યારે માસ્ક અને ગોગલ્સ પહેરી રાખ્યા હતા. જેના લીધે પોલીસ તેને ઓળખી શકી નહીં. એટલે ભાગેડુ હિસ્ટ્રીશીટર 3.30 કલાક સુધી પોલીસની આસપાસ જ ફરતો રહ્યો અને પોલીસ તેને પકડવાની વાત તો દૂર ઓળખી પણ શકી નહીં.

 

(6:33 pm IST)