Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઉજ્જવલાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર ફ્રી, એગ્રી ઇન્ફ્રા ફંડને મંજુરી

મોદી સરકારે કેબિનેટ બેઠકમાં લીધા મોટા નિર્ણયો

નવી દિલ્હી તા. ૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઇએની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટના ત્રણ પ્રસ્તાવોને મંજુરી આપી દીધી છે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ૧ લાખ કરોડનું એગ્રી ઇન્ફ્રા ફંડને મંજુરી મળી ગઇ છે. પીએમ મોદી દ્વારા ઘોષિત ગરીબ કલ્યાણ અન્ન યોજના પણ નવેમ્બર સુધીમાં મંજુરી મળી ગઇ છે. કારોબારીઓ અને કર્મચારીઓના ફાયદા માટે ૨૪ ટકા ઇપીએફ મદદને પણ મંજુરી મળી છે. આ ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી એલપીજી સિલિન્ડર યોજના એક્ષટેન્શનને પણ મંજુરી મળી ગઇ છે.  કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર કેબિનેટના નિર્ણયો વિશે થોડાક સમયમાં પત્રકાર પરિષદ યોજશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે ૧૦.૩૦ પછી કેબિનેટની બેઠક થશે.

કેબિનેટ બેઠકમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી લંબાવવા પર કેબિનેટની મંજુરી મળી ગઇ છે. કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર નવેમ્બર સુધી ૮૦ કરોડ લોકોને ફ્રીમાં રાશનની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં તેની ઘોષણા કરી છે. આ રાશન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ફાળવણી કરવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ પેકેજના ભાગના રૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનું એલાન કરવામાં આવ્યું હતું. સરકાર આ યોજના હેઠળ લોકોને છેલ્લા ત્રણ મહિનાથી ફ્રીમાં રાશન વહેંચી રહી છે. જેને નવેમ્બર સુધી વધારવામાં આવી છે. યોજના હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનાના ૮૦ કરોડથી વધુ લાભાર્થીઓને આવતા ૫ મહિના સુધી ૫ કિલો અનાજ અને ૧ કિલો મફત ચણા મળશે. ૮૦ કરોડથી વધુ લાભાર્થીઓને આવતા કૃષિ અને તહેવારોની સીઝનમાં વધતા ખર્ચથી ખૂબ જ રાહત મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટે કારોબારીઓ અને કર્મચારીઓને ૨૪ ટકા ઇપીએફ સપોર્ટને મંજુરી આપી છે. ઉલ્લેખનીય છે કે પીએમ કલ્યાણ યોજના હેઠળ ત્રણ મહિના માટે બેનિફિટ્સને વધારવાની ઘોષણા કરી હતી. જ્યાં સરકાર ઇપીએફ યોગદાનનું સંપૂર્ણ ૨૪ ટકા ઓગસ્ટ સુધી ભરશે તેનાથી ૩.૬૭ લાખ નિયોકતાઓ ૭૨.૨૨ લાખ કર્મચારીઓને રાહત મળશે.

કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને મળતા ફ્રી એલપીજી સિલિન્ડર યોજના અંગે થયો છે. કેબિનેટે ઉજ્જવલા યોજના લાભાર્થીઓને મળતા ફ્રી એલપીજી સિલિન્ડર યોજનાનો વિસ્તાર કર્યો છે એટલે કે તેને હજુ પણ ફ્રી એલપીજી સિલિન્ડર મળતો રહેશે. તેલ કંપનીઓ ઇએમઆઇ ડેફરમેન્ટ સ્કીમની સમયગાળો એક વર્ષ સુધી વધારશે જે વર્ષ જુલાઇ ૨૦૨૦માં ખત્મ થઇ રહ્યું છે.

(3:05 pm IST)