Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

૩ મહિનામાં કોરોનાથી ૧૦૬ ડોકટરોના મોત

તેમાંથી ૨૯.૬ ટકા ડોકટરોની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે

નવી દિલ્હી તા. ૮ : કોરોના મહામારી વચ્ચે લોકોના જીવ બચાવી રહેલા ડોકટરોને પણ મહામારીનો ડંખ પડયો છે. કોરોનાથી લડીને અત્યાર સુધીમાં ૧૦૬ના મોત થયા છે. વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે કોરોનાથી લડી રહેલા ડોકટરો અંગે એક સ્ટોરી કરી છે. જેમાં ડોકટરોની કોરોનાના લીધે થયેલા મોતના આંકડા બિહામણા છે. આઇએમએના ડોકટર રાજીવ જયદેવે તેમના રિપોર્ટમાં આ આંકડા જાહેર કર્યા છે.

કોરોના મહામારીના ફેલાયેલા પ્રકોપ વચ્ચે આ ત્રણ મહિનામાં ૧૦૬ ડોકટરોના મોત થયા છે. જેનું મોતનું કારણ કોરોના વાયરસ છે તેમાં મૃત્યુના આંકડા સામેલ છે.

કોરોનાના લીધે હોસ્પિટલોમાં થયેલી હિંસાના લીધે ડોકટરોએ જીવ ગુમાવ્યા છે. કોરોનામાં યુવાન ડોકટરોએ તેમના શિકાર બનાવ્યા છે. કોરોનાથી મૃત્યુ થનારા ડોકટરોની અંદાજે ઉંમર ૫૬ વર્ષ છે. ૫૫.૫ ટકા મૃત્યુ પામનાર ડોકટરોની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે. ૨૮.૬ ટકા ડોકટરોની ઉંમર ૫૦ વર્ષથી ઓછી રહી છે. જેનું કોરોનાથી મોત થયું છે. બીજી બાજુ ૨૧ ટકા એવા ડોકટરોના મોત થયા છે. જેની ઉંમર ૪૦ વર્ષથી ઓછી છે. ડોકટરોનો મૃત્યુદર ૬.૧ ટકા છે. જ્યારે દેશમાં મૃત્યુઆંક અંદાજે ૨.૪ ટકા છે.

(12:55 pm IST)