Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

એમેઝોન, ગૂગલ જેવી કંપનીઓ માટે સરકારની ઈ-કોમર્સ પોલિસીમાં ઘણા કડક નિયમો: રિપોર્ટ

લેટેસ્ટ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં એ પગલાં સામેલ છે, જે સ્થાનિક સ્ટાર્ટઅપ્સની મદદ કરશે

નવી દિલ્હી : દેશમાં વિદેશી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા અને સ્વદેશી વસ્તુઓ અને કંપનીઓનો ઉપયોગ વધારવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે અને હવે આ દિશામાં સરકાર પણ આગળ પગલાં ભરી રહી છે. ઈ-કોમર્સ કંપનીઓ માટે સરકાર નવા નિયમ લાવવા જઈ રહી છે અને ભારતની લેટેસ્ટ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં એ પગલાં સામેલ છે, જે સ્થાનિક સ્ટાર્ટઅપ્સની મદદ કરશે. તે સિવાય વિદેશી કંપનીઓને ભારતમાં કારોબાર કરવા માટે ઘણા નિયમોનું પાલન કરવું પડશે

   સરકાર છેલ્લા 2 વર્ષથી ઈ-કોમર્સ પોલિસી પર કામ કરી રહી છે અને આ દરમિયાન સતત એ માગ ઉઠી રહી છે કે વૈશ્વિક કંપનીઓ જેવી કે ગૂગલ, એમેઝોન અને ફેસબુકના ભારતમાં વધતા પ્રસારને સીમિત કરવા માટે થોડા પગલાં ઉઠાવે. તે સિવાય સ્વદેશી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવે અને આ દિશામાં સરકાર નિર્ણય કરવા જઈ રહી છે, તેવું એક રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સેક્ટરને પૂરી રીતે કાયદાકીય પ્રક્રિયામાં રાખવા અને તેની પર નજર રાખવા માટે એક રેગુલેટરને બનાવવામાં આવશે. તમને  આ પોલિસી પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને સરકાર જલ્દી જ તેના ડ્રાફ્ટને પબ્લિકમાં રજૂ કરી દેશે.

 નવી ઈ-કોમર્સ પોલિસીમાં એ જોગવાઈ પણ હશે કે એમેઝોન જેવી જે તમામ કંપનીઓ જે ગ્રાહકોના ડેટા વિદેશમાં સ્ટોર કરાવે છે. તેમને એક નક્કી સમયમાં ઓડિટ કરાવવો અનિવાર્ય હશે. તે સિવાય જો કંપનીઓને કોઈ વિગતો આપવા માટે કહેવામાં આવે તો તેમને 72 કલાકમાં તે વિગતો આપવી પડશે. એવું નહીં કરવા પર કંપનીઓને દંડ પણ આપવો પડી શકે છે.

(12:03 pm IST)