Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ : રાજૌરીમાં 4.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા

રાજૌરીમાં મધરાતે 2:12 કલાકે ભૂકંપના આંચકા

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રાજૌરીમાં મધરાતે 2:12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાય હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. હજુ સુધી ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલને લગતા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના અનેક આંચકા નોંધાઈ ચુક્યા છે.

ભારતના અનેક વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં મંગળવારે રાતે ભૂકંપના આંચકા નોંધાયા હતા પરંતુ સદનસીબે જાનમાલને લગતું કોઈ નુકસાન નહોતું નોંધાયું. તે સિવાય ઈન્ડોનેશિયા અને સિંગાપુરમાં પણ રિક્ટર સ્કેલ ઉપર 6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

(11:59 am IST)