Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મોંઘવારીનો માર

છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં ૨૩ વખત-પેટ્રોલના ભાવમાં ૨૧ વખત વધારો

નવી દિલ્હી,તા.૮ : દેશમાં અનલોક પછી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. ત્યારે દેશની રાજધાનીમાં મંગળવારે ડીઝલના ભાવમાં લગભગ એક સપ્તાહના વિરામ પછી ૨૫ પૈસાનો વધારો થતાં ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. દિલ્હીમાં મંગળવારે ડીઝલના ભાવ વધીને પ્રતિ લીટર રૂ. ૮૦.૭૮ થયા હતા.

દેશની, ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં સતત આઠમા દિવસે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરિણામે પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર રૂ. ૮૦.૪૩ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે ૨૯જ્રાક જૂને સુધારો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મંગળવારે ડીઝલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો કરાયો હતો તેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જણાવ્યું હતું. સ્થાનિક વેચાણ વેરો અથવા વેટ જેવા સ્થાનિક કરોના કારણે રાજયોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં ૨૩ વખત જયારે પેટ્રોલના ભાવમાં ૨૧ વખત વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૭મીજૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી દૈનિક ફેરફાર શરૂ કરતાં પેટ્રોલના ભાવમાં રૂ. ૯.૧૭ અને ડીઝલમાં રૂ. ૧૧.૩૯નો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મુંબઈમાં સૌથી વધુ છે. મુંબઈમાં મંગળવારે પેટ્રોલનો ભાવ રૂ. ૮૭.૧૯ છે, જેમાં ૨૯મી જૂનથી કોઈ ફેરફાર થયો નથી જયારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૭૮.૮૩થી વધીને રૂ. ૭૯.૦૫ થયો છે. કોરોના વાઈરસે વૈશ્વિક આર્થિક અર્થતત્ર પર ગંભીર અસર કરતાં ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો હતો ત્યારે ભારતમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો.

છેલ્લા એક મહિનામાં ડીઝલના ભાવમાં ૨૩ વખત જયારે પેટ્રોલના ભાવમાં ૨૧ વખત વધારો કરવામાં આવ્યો. એપ્રિલમાં ભારતીય બાસ્કેટ પ્રતિ બેરલ ૨૦ ડોલરથી નીચે જતું રહ્યું હતું. દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો શરૂ થયા પછી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭મી જૂનથી વધારો શરૂ કરી દીધો હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડના પુરવઠામાં કાપના પગલે મંગળવારે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ અમેરિકામાં કોરોના વાઈરસના કેસ વધતાં આ ઉછાળો મર્યાદિત રહ્યો હતો.

(11:13 am IST)