Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

અનેક રોગોની બેસ્ટ દવા છે ગરમ પાણી

ડોકટર્સથી લઇને ડાયટિશિયન સુધી બધાં દિવસમાં ૭થી ૮ ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે : આયુર્વેદ મુજબ ગરમ પાણીમાં એવા અનેક ગુણો રહેલાં છે : તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા : રોજ ગરમ પાણી પીવાથી દવાનું કામ કરે છે : રોજ ૧-૨ ગ્લાસ ગરમ પાણી અવશ્ય પીવો : જાણો ગરમ પાણી પીવાના ફાયદા

નવી દિલ્હી તા. ૮ : શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા ૭થી ૮ ગ્લાસ પાણી પીવું અત્યંત જરૂરી છે. પરંતુ ઠંડા પાણીની સાથે દરરોજ ૧થી ૨ ગ્લાસ ગરમ અથવા નવશેકું પાણી પીવામાં આવે તો તે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સમાં દવાનું કામ કરી શકે છે. આજે અમે તમને આયુર્વેદમાં જણાવેલા ગરમ પાણીના ખાસ ગુણો અને તેના ફાયદા વિશે જણાવાના છે.

જો શરીરના કોઈ ભાગમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.

તાવમાં તરસ લાગવાથી દર્દીએ ગરમ પાણી જ પીવું જોઈએ, તેનાથી તાવમાં બહુ લાભ થાય છે.

ભૂખ વધારવા માટે પણ એક ગ્લાસ પાણી બહુ ઉપયોગી છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ, મરી પાઉડર અને મીઠું નાખીને પીવાથી પેટ ભારે થઈ જવાની સમસ્યા દૂર થઈ જાય છે.

ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેશાબ સંબંધી રોગો દૂર થઈ જાય છે. સાથે હૃદયની બળતરા પણ દૂર થાય છે. વાતથી ઉત્પન્ન રોગોમાં ગરમ પાણી અમૃત સમાન ફાયદાકારક હોય છે.

જે લોકો સ્કિનની સમસ્યાથી પરેશાન હોય તો દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમારી સ્કિનની તકલીફો દૂર થવા લાગશે અને તમારી સ્કિન ગ્લો કરશે અને હેલ્ધી બનશે.

 સ્ત્રીઓએ માસિક સ્ત્રાવ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી તરત રાહત થાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન દુખાવામાં મસલ્સમાં ખેંચાણ થાય છે જેને ગરમ પાણી રિલેકસ કરી દે છે. જેથી  સ્ત્રીઓએ પણ રોજ એક કે બે ગ્લાસ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સવારે ખાલી પેટ અને રાત્રે ભોજન બાદ ગરમ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે અને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી.

માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દુખાવો થાય છે ત્યારે ગરમ પાણીમાં એલચી પાઉડર મિક્ષ કરીને પીઓ. આનાથી દર્દ દૂર થશે અને પેટની સાથે માથાના દુખાવામાં પણ રાહત મળશે.

નિયમિત ગરમ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ પણ ઝડપથી થાય છે. ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. પરસેવા વડે શરીરના તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.

સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ મિકસ કરીને પીવાથી શરીરને વિટામિન સી મળે છે. સાથે જ ગરમ પાણી અને લીંબુનું સંગમ શરીરના રોગપ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે.

(11:47 am IST)