Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

એપ્રિલમાં ૨૨% લોન ધારકોએ બેંકોના હપ્તા ચૂકવ્યા નથી

કોરોનાની સાઇડ ઇફેકટ : લોન ડુબવાથી વ્યાજ તો જશે મૂળ કિંમત પર અસર થશે

નવી દિલ્હી તા. ૮ : મહામારીની બીજી લહેર લેણદાર અને બેન્કિંગ ક્ષેત્રની મુશ્કેલી પણ વધારી દીધી છે. પ્રાઇવેટ અને સરકારી બેંકોનીઆંતરિક રિપોર્ટના જણાવ્યા મુજબ, એપ્રિલમાં તેને ૨૨ ટકા રિટેલ લોનધારકોએએમઆઈચુકવણી કરી નથી. ગ્રાહક જો વધુ બે હપ્તા અને ડિફોલ્ટ કરે છે તો મોટી માત્રામાં લોનની રકમ એનપીએમાં જશે.

આરબીઆઇની બે દિવસ પહેલા ઘોષિત મોરેટોરિયમ યોજનાનો લાભ તે જ લોનધારકો અને વેપારીઓને મળશે. જેનેગયા વર્ષે ન તો તેનો લાભ લીધો હતો. અને ન કોઈ ડીફોલ્ટ કર્યા છે. બેન્કિંગ નિયમોનાજણાવ્યા મુજબ, ૯૦ દિવસ સુધી ઇએમઆઇ ન દેવા પર લોનનેનોન પરફોર્મિંગ એસેટ ઘોષિત કરી દેવામાં આવે છે. બેંકોની લોન વસૂલી પર પણ અસર પડે છે. કારણકેબીજી લહેરમાં અનેક બેંક કર્મચારી સંક્રમિત થયા છે. સાથે જ અનેક શહેરોમાં લોકડાઉનનાકારણે લોન વિભાગનું કામ ઠપ થઇ ગયું છે.

બેંક અધિકારીઓનું કહેવું છે કે હાલમાં વધુ પડતી બેંકો ૩.૫ થી ૪ ટકા માર્જિન પર કામ કરી રહ્યા છે. એવા માં ૨૦-૨૨ ટકા લોન ડૂબવાથી વ્યાજ તો જશે મૂળ રકમ્બુ પણ નુકશાન થશે.અને બેલેન્સ શીટ બગડી જશે. બેંકોએ આરબીઆઇને અપીલ કરી છે કે તેઓ બેંકોના નુકશાનને પહોંચવા માટે મોરેટોટિયમની શરતોમાં સુધારકરે અને ગયા વર્ષના લાભાર્થીઓને પણ સામેલ કરવાની મંજૂરી આપે.

(11:11 am IST)