Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

દિલ્હીમાં ગણતંત્ર દિવસ સમારોહ પહેલા એક આંતરરાજ્ય હથિયાર તસ્કરની ધરપકડ : મોટીમાત્રામાં હથિયારો જપ્ત

ગેરકાયદે હથિયારો દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ગુંડાઓને સપ્લાય કરતો હતો

નવી દિલ્હી:દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ગણતંત્ર દિવસ સમારોહ પહેલા એક આંતરરાજ્ય હથિયાર તસ્કરની ધરપકડ કરી છે. સાથે જ હથિયારોના એક મોટા જથ્થાને જપ્ત કર્યો છે. આ તસ્કર મધ્ય પ્રદેશના બદવાની વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારોની ખરીદી કરીને તેને દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ગુંડાઓને સપ્લાય કરતો હતો. આ જે હથિયારોને જપ્ત કરવામાં આવ્યા છે તેની સપ્લાય દિલ્હીના ગુંડાઓને થવાની હતી.

આશિષ કુમાર પાંડેય નામના આ વ્યક્તિ પાસે સ્વિફ્ટ ડિઝાયર કાર હતી. આ કાર પણ તેણ ચોરી કરી હતી. કારના બંને દરવાજા અને ડેકીની અંદરથી 35 સેમી ઓટોમેટિક પિસ્તોલ, 60 કારતૂસ, મોબાઇલ ને સિમ કાર્ડ મળ્યા છે. આ કારને તેણે પાંડવનગરમાંથી ચોરી કરી હતી. પોલીસે આ તમામ વસ્તુઓ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આરોપી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. બે વર્ષ પહેલા આશિષની મુલાકાત કેટલાક હથિયારના તસ્કરોને મળ્યો હતો. ત્યારબાદથી તેણે પૈસા કમાવા માટે આ ધંધો શરુ કર્યો છે. હથિયારો સંતાડવા માટે તેણે કારના દરવાજાની અંદર ખાનું બનાવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે મધ્ય પ્રદેશથી 7500 રુપિયામાં પિસ્તોલ ખરીદે છે અને 15થી 35 હજાર રુપિયામાં તેને વેચે છે.

ગણતંત્ર દિવસ હવે નજીકમાં છે ત્યારે દિલ્હી પ્રશાસને એલર્ટ જાહેર કર્યુ છે. જેના ભાગરુપે આવા હથિયાર તસ્કરોને પકડવાવિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

(9:56 pm IST)