Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કોરોના વાઇરસને અર્થતંત્રની ચિંતા નથી હોતી : સિનેમાઘરો 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાય નહીં : 11 જાન્યુઆરી સુધી 50 ક્ષમતા સાથે જ સિનેમાઘરો ચાલુ રાખવા મદ્રાસ હાઇકોર્ટનો હુકમ

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટએ આજ શુક્રવારના રોજ આપેલા આદેશ મુજબ કોરોના વાઇરસને અર્થતંત્રની ચિંતા નથી હોતી.સિનેમાઘરો 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાય નહીં . આથી 11 જાન્યુઆરી સુધી 50 ક્ષમતા સાથે જ સિનેમાઘરો ચાલુ રાખવા નામદાર કોર્ટએ હુકમ કર્યો હતો.

તામિલનાડુ સરકારના સિનેમાઘરો 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાના નિર્ણય વિરુદ્ધ કરાયેલી પિટિશન અનુસંધાને  નામદાર કોર્ટએ ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

કોર્ટના હુકમને અનુસંધાને તામિલનાડુ સરકારે ખુલાસો કરતા જણાવ્યું હતું કે સિનેમાઘરો 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાનો નિર્ણય 4 જાન્યુઆરીના રોજ લેવાયો હતો પરંતુ તેનો અમલ 13 જાન્યુઆરીથી કરવાનો હતો.

તેમછતાં નામદાર કોર્ટના આદેશ તેમજ કેન્દ્ર સરકારની સૂચના સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરી રાજ્ય સરકાર  નિર્ણય લઇ શકે તે માટે સમય આપવા રાજ્ય સરકારના એડવોકેટે અરજ ગુજારી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ નિર્ણય લેવા માટે સિનેમાઘરોના માલિકો સાથે ચર્ચા કરવા તથા સિનેમા ઘરમાં 100 ટકા સંખ્યાને બદલે ફિલ્મના શો ની સંખ્યા વધારવા સૂચન કર્યું હતું . તથા હાલની તકે 50 ટકા ક્ષમતા સાથે સિનેમાઘરો ચાલુ રાખવા જણાવ્યું હતું.તથા તેનો કડક અમલ કરવા આદેશ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(9:12 pm IST)