Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

બદાયું કાંડ : નાલાયક મુખ્ય આરોપી પુજારી ઝડપાયો

૩ જાન્યુઆરીની રાત્રે પ૦ વર્ષીય મહિલાને સામુહિક દુષ્કર્મ બાદ બેરહેમીથી મોતને ઘાટ ઉતારાયેલ : પૂજારી ગામમાં એક મહિલાના ઘરમાં છુપાયો હોવાની શંકાના આધારે પોલીસે ગ્રામજનોની મદદથી પકડયો : પ૦ હજારનું ઇનામ રખાયેલ

બદાયુ : બદાયુમાં ઉધૈતીમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યાના મામલે ફરાર મુખ્ય આરોપી ઉપર પ૦ હજાર રૂપિયાનું ઇનામી પુજારી સત્યનારાયણ દાસે ગુરૂવારે ગામ લોકોની મદદથી પોલીસે પકડી પાડેલ.

આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પુજારી ફરાર હતો. તેની તલાશમાં પોલીસ હતી. ગુરૂવારે લગભગ રાત્રે ૧૦ વાગ્યે મેવાલીગામના લોકોએ એક મહિના ઘરમાં કોઇ વ્યકિત છુપાયાની બાતમી મળેલ. ગામ લોકોે મહિલાને પુછતા તેણે કોઇ ન હોવાનું જણાવેલ.

ત્યારબાદ શંકા જતા ગામ લોકોએ પોલીસને જાણ કરેલ. એડીજીની સ્પેશીયલ મહિલા ઘરમાં ઘુસી ગયેલ જેથી પુજારીએ ભાગવાની કોશીક કરેલ. દરમિયાન ગ્રામીણો અને પોલીસે ઝડપી લીધેલ.

પોલીસે એક દિવસ અગાઉ પકડયેલ આરોપી વેદરામ અને યશપાલને ગુરૂવારે કોર્ટના આદેશ ઉપર ન્યાયીક હિરાસતમાં મોકલેલ. આ મામલામાં એક વધુ આરોપીનું નામ સામે આવેલ. તે સમયે તે વ્યકિત ઘટનાસ્થળે હાજર હતો. ૩ જાન્યઅુારીએ રાત્રે ઉવૈતી વિસ્તારની ધર્મશાળામાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરાયેલ. ત્યારબાદ મહિલાના મૃતદેહની આરોપી તેના ઘર બહાર નાખી ગયેલ.

રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે ગઇકાલે બદાયું સામુહિક દુષ્કર્મ પીડીતાના પરિજનોની તેમના ઘરે મુલાકાત કરેલ. ત્યાર બાદ આયોગના સભ્યોએ ઘટનાસ્થળેની પણ મુલાકાત લીધેલ. બુધવારે આયોગના અધ્યક્ષ રેખા શર્માએ યુપીના પોલીસ પ્રમુખને પત્ર લખી આ મામલામાં ડખલ દેવા માંગ કરેલ.

(3:04 pm IST)