Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મારી પત્નિ રાજકીય પરિવારમાંથી આવે છે એ શું ગુન્હો છે, શા માટે વારંવાર અમારી સામે સવાલો ઉઠાવવામાં આવે છે : રોબર્ટ વાડ્રા

ખેડુતોની સમસ્યા ઉકેલવામાં નાકામિયાબ સરકાર સૌનું ધ્યાન ભટકાવવા નવી નવી ઇન્કવાયરીના કિમીયા અજમાવી રહી છે

નવી દિલ્હી તા. ૮ : કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ઇડી દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલોનો ઉત્તર વાળતા જણાવ્યુ છે કે મે બધા ઉત્તરો સાથે જરૂરી પુરાવાઓ સાથે આપી દીધા છે. અમારી સામેના આક્ષેપો વાહીયાત છે.

ટીવી ૯ સાથે વાત કરતા તેમણે એવુ જણાવેલ કે શું મારી પત્નિ રાજકીય પરિવારમાંથી આવતી હોય એ અમારો ગુન્હો છે. શા માટે વારંવાર અમારી સામે જ સવાલો ઉઠાવવામાં આવે છે.

ખરેખર તો ખેડુતોનો મામલો સરકાર સુલજાવી શકતી નથી. એટલે બધાનું ધ્યાન બીજે દોરવા આવી ઇન્કવાયરી એજન્સીઓને એકટીવ કરી દયે છે.

રોબર્ટ વાડ્રાએ જણાવેલ કે બીજી પાર્ટીના નેતાઓએ પણ મારા નામનો ઉપયોગ કર્યો. પણ જયારે બોલવાની જરૂર હોય છે ત્યારે ચુપકીદી સેવી લ્યે છે. મારી દીકરીનું ઘુટણનું ઓપરેશન ચાલી રહ્યુ હતુ ત્યારે મને સમન્સ મારી ઓફીસ પર મોકલી દેવાયુ. મે ટીવી પર આ સમાચાર જાણ્યા કે તુરંત તેમના સવાલોનો જવાબ દેવા દિલ્હી પહોંચી ગયો હતો.

(1:00 pm IST)