Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

૨૪ કલાકમાં ૧૮,૧૩૯ નવા પોઝિટિવ કેસઃ ૨૩૪ દર્દીનાં મોત

ભારતમાં કોરોનાના કહેરથી કુલ ૧,૫૦,૫૭૦ લોકોએ જીવ ગુમાવ્યોઃ હાલમાં ૨,૨૫,૪૪૯ એકિટવ કેસ

નવી દિલ્હી, તા.૮: દેશમાં આજે કોરોના વેકસીનના બીજું ડ્રાય રન ૭૦૦ જેટલા જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે કોરોનાના ૨૪ કલાકના આંકડા થોડા રાહત આપનારા છે. પરંતુ ચિંતાની બાબત એ છે કે રોજ ૨૦૦થી વધુ લોકો કોવિડ-૧૯ના સામે જંગ હારી જાય છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૧૩૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૩૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૪,૧૩,૪૧૭ થઈ ગઈ છે.

 બીજી તરફ, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૩૭ હજાર ૩૯૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૨૦,૫૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૨૫,૪૪૯ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૦,૫૭૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૭ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૭,૯૩,૩૬,૩૬૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના ૨૪ કલાકમાં ૯,૩૫,૩૬૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૬૭ કેસ નોંધાયા છે. જેની સામે ૮૯૯ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૩ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૩૩૨ થયો છે. રાજયમાં કુલ ૪૭,૯૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૪.૯૨ ટકા છે.

 ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજયમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં ૧૩૩, સુરતમાં ૧૨૦, સુરત જિલ્લામાં ૩૭, વડોદરામાં ૧૧૯, રાજકોટમાં ૮૦, જૂનાગઢમાં ૨૧, કચ્છ, ગાંધીનગરમાં ૧૭-૧૭, ભરુચમાં ૧૬, જામનગર, ભાવનગરમાં ૧૫-૧૫, દાહોદ, મહેસાણામાં ૧૪-૧૪, આણંદ, ખેડામાં ૧૦-૧૦ સહિત કુલ ૬૬૭ કેસ નોંધાયા છે.

દિવસોથી કોરોના કેસોના મામલે કેરળ અને મહારાષ્ટ્ર દેશમાં સતત ટોચ ઉપર

ગુજરાત આજે પણ કોરોના કેસમાં દસમા નંબરે રહ્યું

સૌથી ઓછા પુડ્ડુચેરીમાં ૩૫, ચંદીગઢમાં ૪૩, મણીપુર ૪૭ અને આસામમાં ૫૭ કેસ નોંધાયા : દેશના મોટા શહેરોમાં પુણેમાં સૌથી વધુ ૭૩૮ કેસ, જ્યારે સમગ્ર ગુજરાતમાં આજે સવાર સુધીમા ૬૭૭ નવા કેસ નોંધાયા : મુંબઈમાં ૬૬૫ બેંગ્લોરમાં ૩૯૯, કોલકત્તામાં ૨૪૦, ભોપાલ ૨૧૩, ચેન્નાઈ ૨૧૦, ઇન્દોર ૧૯૦, લખનઉ ૧૪૭ અને અમદાવાદમાં ૧૨૯ નવા કેસ નોંધાયા

કેરળ        :    ૫,૦૫૨

મહારાષ્ટ્ર    :    ૩,૭૨૯

છત્તીસગઢ  :    ૧,૦૧૦

પ.બંગાળ   :    ૯૨૨

ઉત્તરપ્રદેશ  :    ૮૧૫

તામિલનાડુ :    ૮૦૫

મધ્યપ્રદેશ  :    ૭૭૪

કર્ણાટક      :    ૭૬૧

પુણે         :    ૭૩૮

ગુજરાત     :    ૬૬૭

મુંબઈ       :    ૬૬૫

રાજસ્થાન   :    ૫૦૯

દિલ્હી       :    ૪૮૬

બેંગ્લોર      :    ૩૯૯

તેલંગણા    :    ૩૭૯

બિહાર       :    ૩૭૭

આંધ્રપ્રદેશ  :    ૨૯૬

પંજાબ      :    ૨૮૪

હરિયાણા    :    ૨૭૪

ઉત્તરાખંડ    :    ૨૪૯

કોલકતા     :    ૨૪૦

ઓડીશા     :    ૨૩૦

ભોપાલ     :    ૨૧૩

ચેન્નાઈ      :    ૨૧૦

ઝારખંડ     :    ૧૯૫

ઈન્દોર      :    ૧૯૦

લખનૌ      :    ૧૪૭

હિમાચલ પ્રદેશ  :        ૧૩૧

અમદાવાદ  :    ૧૨૯

જમ્મુ કાશ્મીર    :        ૧૨૭

ગોવા       :    ૧૧૯

જયપુર      :    ૧૦૦

ગુરૂગ્રામ     :    ૮૨

આસામ     :    ૫૭

મણીપુર     :    ૪૭

ચંદીગઢ     :    ૪૩

પુડ્ડુચેરી      :    ૩૫

અમેરિકામાં કોરોનાનો અણુ વિસ્ફોટ ૨૪ કલાકમાં નવા પોણા ત્રણ લાખ કેસો

બ્રાઝિલમાં પણ હાહાકાર ૮૩ હજાર નવા કેસ અને ઇંગ્લેન્ડમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા બાવન હજાર કેસ નોંધાયા

અમેરીકા      :  ૨,૭૪,૧૯૦ નવા કેસો

બ્રાઝીલ       :  ૮૭,૧૩૪ નવા કેસો

ઈંગ્લેન્ડ       :  ૫૨,૬૧૮ નવા કેસો

જર્મની       :  ૨૮,૦૭૮ નવા કેસો

રશિયા       :  ૨૩,૫૪૧ નવા કેસો

ફ્રાન્સ         :  ૨૧,૭૦૩ નવા કેસો

ભારત        :  ૧૮,૧૩૯ નવા કેસો

ઈટલી        :  ૧૮,૦૨૦ નવા કેસો

સ્પેન         :  ૧૬,૮૫૦ નવા કેસો

કેનેડા         :  ૮,૩૩૪ નવા કેસો

ઈઝરાયલ    :  ૭,૬૦૦ નવા કેસો

જાપાન       :  ૬,૦૭૬ નવા કેસો

બેલ્જીયમ     :  ૨,૯૯૭ નવા કેસો

યુએઈ        :  ૨,૯૮૮ નવા કેસો

સાઉથ કોરીયા   :        ૮૬૮ નવા કેસો

સાઉદી અરેબીયા :        ૧૦૮ નવા કેસો

ચીન         :  ૫૩ નવા કેસ

હોંગકોંગ      :  ૩૩ નવા કેસ

ઓસ્ટ્રેલિયા   :  ૨૨ નવા કેસ

ભારતમાં નવા ૧૮ હજાર કેસ અને ૨૩૪ના કોરોનાએ જીવન હરી લીધા

નવા કેસો    :  ૧૮,૧૩૯ કેસો

નવા મૃત્યુ    :  ૨૩૪

સાજા થયા   :  ૨૦,૫૩૯

કુલ કોરોના કેસો :        ૧,૦૪,૧૩,૪૧૭

એકટીવ કેસો :  ૨,૨૫,૪૪૯

કુલ સાજા થયા  :        ૧,૦૦,૩૭,૩૯૮

કુલ મૃત્યુ     :  ૧,૫૦,૫૭૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :  ૨,૨૧,૩૨,૦૪૨ કેસો

ભારત        :  ૧,૦૪,૧૩,૪૧૭ કેસો

બ્રાઝીલ       :  ૭૯,૬૧,૬૭૩ કેસો

(3:07 pm IST)