Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

બદાયું ગેંગરેપ -હત્યા કેસનો ફરાર મુખ્ય આરોપી સત્યનારાયણ મહંતની ધરપકડ: 50 હજારનું હતું ઇનામ

ઉધૈતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામમાં શિષ્યના ઘરેથી દબોચી લેવાયો

લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસે બદાયું જિલ્લામાં આંગણવાડી મહિલા કાર્યકર્તા સાથે સામુહિક દુષ્કર્મ અને તેની હત્યા કેસમાં ફરાર મુખ્ય આરોપી સત્યનારાયણ મહંતની ધરપકડ કરી છે

DM પ્રશાંતકુમારે જણાવ્યું કે, ગુરુવારે મોડી રાત્રે મહંત સત્યનારાયણને ઉધૈતી પોલીસ સ્ટેશનની હતમાં આવતા એક ગામમાં તેના એક શિષ્યના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ બદાયું પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બદાયુંની ઘટનાને ગંભીરતાથી લેકા બરેલી ઝોનના એડિશનલ ડિજીપી પાસે રિપોર્ટ માંગ્યો છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે, જરૂર પડે તો કેસની તપાસ માટે સ્પેશિયલ ટીમની મદદ લેવામાં આવે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને કેસની સુનાવણી ફાસ્ટ્રેક કોર્ટમાં કરવામાં આવે.

વિવારે બદાયુ જિલ્લાના ઉધૈતીના એક ગામમાં મંદિરમાં ગયેલી 50 વર્ષની એક મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતું. જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલા પર બર્બરતા પૂર્વક ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.

જે બાદ મહિલાના પરિવારજનોએ મંદિરના મહંત સત્યનારાયણ અને તેના બે સાગરિતો પર બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો હતો. જેના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યા હબાદ વેદરામ અને જસપાલની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી મહંત ફરાર હતો. જેની ધરપકડ કરવા માટે 4 ટીમો બનાવવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસે તેના પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

(10:34 am IST)