Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

થોડા સમય માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા છોડી સ્કોટલેન્ડ ચાલ્યા જાય તેવી ભારે ચર્ચા

નવી દિલ્હી : અમેરિકાના સંસદ ભવનમાં થયેલા શરમજનક તોફાનોના પગલે કોઇ મોટી કાર્યવાહીથી બચવા માટે, હાલ તૂર્ત, ડોનાલ્ડ ટ્રમ્પ  અમેરિકા છોડીને અન્યત્ર ચાલ્યા જાય તેવી ભારે આશંકા સેવાઈ રહી છે.

  ચર્ચા એવી છે કે સ્કોટલેન્ડમાં પોતાના ગોલ્ફ કોર્સમાં ૨૦ જાન્યુઆરી પહેલા જ તેઓ પહોંચી જઈ શકે છે. જ્યાં સુધી તેઓ પ્રમુખ છે ત્યાં સુધી આસાનીથી અમેરિકામાંથી બહાર જઈ શકે છે. પરંતુ ૨૦ જાન્યુઆરી પછી તેઓ મોટી મુસીબતમાં મુકાઈ શકે, તેવી પણ ચર્ચા ચાલી રહ્યાનું જાણીતા પત્રકાર અને ભારત સમાચાર ટીવી ચેનલના ચીફ એડિટર બ્રિજેશ મિશ્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પર જાહેર કર્યું છે

(12:00 am IST)