Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ડેટા પ્રોટેક્શન બિલમાંથી સુરક્ષા એજન્સીઓને રાહત આપવા સરકારની વિચારણા

કેટલીક એજન્સીઓ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની સેક્શન 24માંથી સીધી બાદબાકીકરવા ઇચ્છુક

 

નવી દિલ્હીઃ સરકારના ડેટા પ્રોટેક્શન બિલમાં સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ રાહત માંગી છે અથવા તો તેમની પબ્લિક સ્ક્રુટિનીને નિયંત્રિત કરવા કહ્યુ છે. એજન્સીઓએ પ્રસ્તાવિત બિલની જોગવાઈઓ સામે લાલબત્તી ધરી છે અને કેબિનેટ દ્વારા તેના પર ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે. તેમા સર્વેલન્સ-કમ-ઇન્વેસ્ટિગેશન ફંકશન્સનો સમાવેસ થાય છે. એજન્સીઓમાં રાજ્ય પોલીસ દળો જેમને ડેટા સલામતીના હેતુ માટે એક્સેસ છે તથા કેટલાક ખાનગી એકમો છે. તેઓ અહીં સંરક્ષણ ઇચ્છે છે, એમ અંગે જાણકારી ધરાવનારાઓએ જણાવ્યું હતું.

  સૂત્રોના જણાવ્યા મુજબ આવી કેટલીક એજન્સીઓએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની સેક્શન 24માંથી સીધી બાદબાકી ઇચ્છી છે.કેટલીક એજન્સીઓએ આઇટી એક્ટના તેવા મોડેલને અનુસરવા સૂચવ્યુ છે જેમા દસ એજન્સીઓને ડિજિટલ ટ્રાફિકને આંતરવાની છૂટ મંજૂરીને આધીન રહી આપવામાં આવી છે. બીજું મંતવ્ય ઇન્ટેલિજન્સ એજન્સીઓના દૂરુપયોગનો રોકવા માટે યંત્રણા ગોઠવવાનું છે.

  પ્રસ્તાવિત પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ માટે એકમોને કોઈ વ્યક્તિના વ્યક્તિગત વિગતોના એક્સેસ માટે મંજૂરીની જરૂર પડે છે, જેમા ઇન્ટેલિજન્સ એજન્સીઓની દલીલ છે કે સલામતીના હેતુ માટે પ્રકારની દેખભાળ પ્રવૃત્તિ માટે મંજૂરીની જરૂરિયાત નુકસાનકારક સાબિત થઈ શકે. તેઓ જોગવાઈ હેઠળ સર્વેલન્સને પણ ઉમેરે છે, જેના પર કાનૂની વિવાદ છેડાઈ શકે છે. વધુમાં બિલમાં સરકારી અને ખાનગી એકમો એવો તફાવત પાડવામાં આવ્યો નથી.

(12:06 am IST)