Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

દેશમાં 33.5 કરોડ જનધન એકાઉન્ટમાંથી 25.6 કરોડ ખાતાઓ એક્ટિવ: 85500 કરોડ રકમ જમા

 

નવી દિલ્હી :મોદી સરકારની મહત્વકાંક્ષી જનધન યોજનાના ભાગરુપે અત્યાર સુધીમાં 33.5 કરોડ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 25.6 કરોડ એકાઉન્ટ ઓપરેશનલ છે.

એકાઉન્ટમાં જમા રકમ લગભગ 85500 કરોડ રુપિયા છે. જનધન યોજના માટે સરકારે હવે નવુ લક્ષ્ નક્કી કર્યુ છે. જે પ્રમાણે દેશમાં જેમની પાસે પણ બેન્ક એકાઉન્ટ નથી તે તમામ લોકોનુ યોજના હેઠળ એકાઉ્ન્ટ ખોલવામાં આવશે.

સરકારે સંસદમાં માહિતી આપતા કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં 26 કરોડ રુપે કાર્ડ લોકોને આપવામાં આવ્યા છે. જેમાં ઓવરડ્રાફ્ટ સુવિધાની સાથે માઈક્રો યુનિટ માટે ક્રેડિટ ગેરંટીની યોજના પણ છે. નિયમ પ્રમાણે જે ખાતામાં બે વર્ષમાં એક બેન્ક ટ્રાન્ઝેક્શન થતુ હોય છે તે ખાતાને એક્ટિવ ગણવામાં આવે છે. જનધન એકાઉન્ટમાં ઘણા એકાઉન્ટનો ઉપયોગ લોકોને સીધે સીધી તેમના એકાઉન્ટમાં સબસિડી પહોંચાડવા માટે થાય છે.

(11:54 pm IST)