Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જર્મનીમાં હિમવર્ષાએ કહેર વરસાવ્યો :આખા અલ્પલાઇન ટાઉનને ખાલી કરાવાયું :ઓસ્ટ્રીયામાં 7 લોકોના મોત

વધુ 48 ઇંચ હિમપ્રપાતની આગાહી :ઓસ્ટ્રિયામાં સકિયર્સ અને વાહનોને રસ્તામાં નીકળવાની મનાઈ : બાલ્વારિયામાં તમામ મુખ્ય માર્ગો અને ટ્રેન લાઈનો બંધ :હેલીકૉપટર અને રેસ્ક્યુ ટીમ તૈનાત

જર્મનીમાં હિમવર્ષાએ સર્વત્ર કહેર વરસાવ્યો છે સૌત્રિયમાં વધુ ઘેરી અસર વર્તાઈ છે અને વધુ 48 ઇંચ હિમપ્રપાતની આગાહી કરાઈ છે ઓસ્ટ્રિયામાં સકિયર્સ અને વાહન ચાલકોને બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે સાથે પ્રદેશ ખાલી કરવા પણ સૂચના આપી છે

  સાઉથ જર્મની અને સેન્ટ્રલ યુરોપમાં આવેલા દેશ ઓસ્ટ્રિયામાં વિન્ટર સ્ટોર્મના કારણે અંદાજિત 7 લોકોનાં મોત થયા છે. આખા અલ્પાઇન ટાઉનને ભારે હિમવર્ષાના કારણે ખાલી કરાવાયું છે આજે વધુ 48 ઇંચ હિમપ્રપાત થવાની આગાહી કરી છે  જર્મનીમાં હિમપ્રપાતનું જોખમ હાઇએસ્ટ લેવલ પર છે અને આગામી દિવસોમાં પણ ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે.

    જર્મનીના વેકર્સબર્ગમાં 44 વર્ષીય વ્યક્તિનું ભારે હિમવર્ષામાં વૃક્ષ પડતાં મોત થયું છે. ઓથોરિટીના જણાવ્યા મુજબ  સ્વિત્ઝર્લેન્ડમાં હિમપ્રપાતના કારણે ઘાયલ થયેલી એક મહિલાનું પણ મોત થયું છે.
   બીજતરફ ઓસ્ટ્રિયામાં ત્રણ સ્કીયર્સના મોત થયા છે. હિમપ્રપાતની ચેતવણીના પગલે હોચ્કર અપ્લાઇન રોડ અને હોચ્કર સ્કીઇંગ પ્રદેશને બંધ કરી દેવાયો છે પ્રવાસીઓ અને સ્થાનિકોને આ  પ્રદેશ ખાલી કરી દેવા આદેશ અપાયો છે
   ઓસ્ટ્રિયાની ઓથોરિટીએ સ્કીયર્સ અને વાહનચાલકોને રસ્તા પર નિકળવાની મનાઇ કરી છે. અહીં વધુ 48 ઇંચ હિમવર્ષા થવાની શક્યતાઓ છે. હાલ બરફવર્ષામાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ ઓપરેશન માટે હેલિકોપ્ટર અને રેસ્ક્યૂ ટીમને તૈયાર કરી દેવાયા છે.
   બાલ્વારિયા ઓથોરિટીના જણાવ્યા મુજબ  રવિવારથી થઇ રહેલી બરફર્ષાના કારણે પ્રદેશના તમામ મુખ્ય રસ્તાઓ અને ટ્રેન લાઇન બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રિયાના સ્ટીઅરમાર્ક પ્રદેશમાં શાળા-કોલેજો આજે મંગળવાર સુધી બંધ કરી દેવામાં આવી હતી.
   ભારે હિમવર્ષા અને ધુમ્મસના કારણે રેસ્ક્યૂ ઓપરેશમાં મુશ્કેલીઓ આવી રહી છે. આ ઉપરાંત નેધરલેન્ડ્સમાં પણ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. નેશનલ કેરિયરે આજે 159 ફ્લાઇટ્સ કેન્સલ કરી છે.

(10:43 pm IST)