Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કોંગ્રેસે પ્રથમવાર ટ્રાન્સજેન્ડરને આપી મહત્વની જવાબદારી : અપ્સરા રેડ્ડીને મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ બનાવી

અપ્સરાએ એક જ મહિનામાં ભાજપ છોડી હતી :જયલલિતાએ એઆઈડીએમકેનાં રાષ્ટ્રીય પ્રવક્તા નિયુક્ત કરી હતી

 

નવી દિલ્હી :કોંગ્રેસે પ્રથમવાર ટ્રાન્સજેન્ડરને મહત્વની જવાબદારી સોંપી છે અપ્સરા રેડ્ડીને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ બનાવી છે. અપ્સરા રેડ્ડી પ્રથમ ટ્રાન્સજેન્ડર છે, જેને કોંગ્રેસે મોટી જવાબદારી આપી છે.

  અપ્સરાની એક આક્રમક પત્રકાર અને સામાજિક કાર્યકર્તા તરીકે જાણીતી છે  તે કોલેજના દિવસોથી સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરી રહી છે અને ચાઇલ્ડ રેપના હાઇ-પ્રોફાઇલ મામલોને ઉઠાવી ચૂકી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે અપ્સરા રેડ્ડી ભાજપમાં પણ રહી ચૂકી છે. જોકે એક મહિનામાં પાર્ટી છોડી દીધી હતી. રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીમાં સ્વતંત્ર વિચારવાળા લોકો માટે કોઈ સ્થાન નથી. અપ્સરા એઆઈડીએમકેમાં પણ કામ કરી ચૂકી છે. તામિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાએ અપ્સરાને રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી આપી હતી. જોકે પાર્ટીમાં ટકરાવ થતા પાર્ટી છોડી દીધી હતી

(10:16 pm IST)