Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાળીની હત્યાની તપાસ માટે સી.આઇ.ડી અને રેલ્વે વડા આશીષ ભાટીયા દ્વારા ડી.આઇ.જી. ગૌતમ પરમારના ચેરમેન પદે ''સીટ'' ની રચના : એસ પી ભાવનાબેન પટેલ, ડી.વાય.એસે.પી. પીરોજીયા, સહીત સાત પોલીસ અધિકારીઓ સભ્યપદે રહેશે

રાજકોટઃ કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાળીની હત્યાની રાજયના સીઆઇડી અને ક્રાઇમના વડા આશીષ ભાટીયાએ ગંભીર ગણી આ માટે  સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ ( સીટ ) ની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે રેલ્વેના ડીઆઇજી ગૌતમ પરમાર રહેશે.

સીટમાં જેમનો સભ્ય તરીકે સમાવેશ થયો છે તેમાં રેલ્વે એસપી શ્રીમતી ભાવનાબેન પટેલ, ડીવાયએસપી પિયુષ પીરોજીયા, ડીવાયએસપી જે.પી. રાઓલ, ડીવાયએસપી આર.એસ પટેલ, પીઆઇ આર.એમ. ચુડાસમા, પીઆઇ આર.એમ. દવે  તથા સુરત રેલવેના પીએસઆઇ ડી.જે.પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરી  આરોપીઓને શોધવ સાથે તપાસ અંગેનો અહેવાલ સીઆઇડી અને રેલવેના વડા આશીષ ભાટીયાને  આપવાનો રહેશે.

(9:23 pm IST)